• Gujarati News
  • National
  • જૂની કીકવાડમાં કારની ટક્કરે સાઇકલસવાર વૃદ્ધનું મોત

જૂની કીકવાડમાં કારની ટક્કરે સાઇકલસવાર વૃદ્ધનું મોત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલીતાલુકાના જૂની કીકવાડ ગામ નજીક સાયકલ પર બારડોલી આવતા વૃધ્ધને અજાણ્યો કાર ચાલક પાછળથી ટક્કર મારતા અકસ્માત થયો હતો. જેમાં વૃધ્ધને શરીરે ગંભીર ઇજા થવાથી સ્થળ પર મોત નીપજ્યુ હતું.

સેજવાડ ગામે રહેતા ભીખાભાઇ મગનભાઈ હળપતિ (ઉ.વર્ષ 60) રવિવારે વહેલી સવારે 7.30 વાગે સાયકલ લઈને મજૂરી કામે બારડોલી જવા માટે નીકળ્યા હતા. સુરત ધુલિયા નેહાનં53 પરથી પસાર થતો હતો. બારડોલીના જૂની કીકવાડ ગામની સીમમાં એક અજાણ્યા કાર ચાલકે પૂરપાટે અને ગફલત રીતે હંકારી આવી તેમની સાયકલને પાછળથી ટક્કર મારતા ભીખાભાઇ રોડ પર પટકાયા હતા. જયાંરે કાર ચાલક અકસ્માત કરી સ્થળ પરથી ભાગી ગયો હતો. વૃધ્ધને શરીરે અને માથામાં ગંભીર ઇજા થતાં સ્થળ પર મોત નીપજ્યું હતું. હકીકત અંગે મરનારના પુત્રએ રાજુભાઇ ભીખાભાઇ હળપતિએ બારડોલી પોલીસમાં અજાણ્યા કાર ચાલાક વિરુદ્ધ ફરીયાદ આપતા ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...