• Gujarati News
  • અનાવલમાં આઠ વર્ષીય બાળા સાથે વૃદ્ધે અડપલા કરતાં ચકચાર

અનાવલમાં આઠ વર્ષીય બાળા સાથે વૃદ્ધે અડપલા કરતાં ચકચાર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહુવાતાલુકાના અનાવલ ખાતે પાદર મહોલ્લામાં રહેતા એક 60 વર્ષીય વૃદ્ધે આઠ વર્ષની માસૂમ બાળા સાથે શારીરિક અડપલા કર્યા હોવાની વાત બાળાએ પરિવારને કરતાં વાતાવરણ તંગ બન્યું હતું. અને ત્યારબાદ બંને એક સમાજના હોવાથી સામાજિક રાહે બાબતે સમાધાન કરવામાં આવ્યું હતું. અને પોલીસ પણ આવી ગંભીર ઘટનામાં માત્ર અટકાયતી પગલાં ભરાતા સમગ્ર કિસ્સો ભારે ચર્ચાસ્પદ બન્યો હતો.

બનાવ અંગે સૂત્રો પાસેથી જાણવા મળેલી વિગતો અનુસાર મહુવા તાલુકાના અનાવલ ખાતે પાદર મહોલ્લામાં રહેતા મલેક નામના 60 વર્ષીય વૃદ્ધે તેમના પાડોશમાં રહેતી આઠ વર્ષની માસૂમબાળાને ચોકલેટ આપવાના બહાને પોતાના ઘરમાં બોલાવી હતી અને સૂત્રોના જણાવ્યા અનુસાર ત્યાં નરાધમ વૃદ્ધે માસૂમ બાળા સાથે શારીરિક અડપલા કર્યા હતાં. ત્યારબાદ બાળાએ ઘરે આવીને ઘટના અંગે પરિવારના સભ્યોને જાણ કરતાં વાતાવરણ તંગ બન્યું હતું. પરંતુ બંને એક સમાજના હોવાથી સામાજિક અગ્રણીઓ પણ ભેગા થઈ ગયા હતાં. અને સમગ્ર પ્રકરણ મહુવા પોલીસ સ્ટેશનની અનાવલ ઓપીમાં પહોંચ્યું હતું. અને ત્યાં સામિજક તેમજ રાજકીય અગ્રણીઓએ બાળકીના પરિવાર ઉપર દબાણ લાવી સમાધાન કરાવી દીધું હતું. પોલીસે પણ પ્રકરણ ગંભીર હોવા છતાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવાની જગ્યાએ માત્ર અટકાયતી પગલાં ભરી સંતોષ માન્યો હતો. પોલીસની ભૂમિકા અને સામિજક અને રાજકીય આગેવાનની ભૂમિકા સામે ભારે ચર્ચા ચાલી હતી. માસૂમ બાળા સાથે શારીરિક અડપલા કરનાર નરાધમને સમાજમાં છુટો મુકી શકાય ખરો ? જેવા પણ પ્રશ્નો ઊભા થયા છે. ત્યારે ઉચ્ચ અધિકારી બાબતે ગંભીરતાથી તપાસ કરાવે જરૂરી બન્યું છે. અનાવલ આઉટ પોસ્ટના જમાદાર નલીનભાઈએ બાળકી સાથે છેડતી થઈ હોવાનું જમાવી પરિવારના સભ્યો કોઈ પણ પ્રકારની ફરિયાદ આપવા માંગતા હોવાનું પણ જણાવ્યું હતું.

અગ્રણીઓએ હસ્તક્ષેપથી મામલો રફેદફે કરાયાની ચર્ચા