• Gujarati News
  • બારડોલી સુગર 16.54 લાખ મે. ટન શેરડીનું પિલાણ કર્યુ

બારડોલી સુગર 16.54 લાખ મે. ટન શેરડીનું પિલાણ કર્યુ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલીસુગરે 2014-15ના વર્ષમાં 163 દિવસ પિલાણ કાર્ય કરી બુધવારે સાંજે બંધ કરાઈ હતી. ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે પિલાણ વધુ કર્યુ, પરંતુ રિકવરી ઘટી છે.

એશિયાની નામાંકિત એવી બારડોલી સુગર વર્ષ 2014-15ની પિલાણ સિઝન પૂર્ણ થઈ છે. સિઝનમાં સુગરે 163 દિવસ પિલાણ કર્યુ છે. 56,482 એકર જમીનમાં ઊભેલા લામ અને રોપણ શેરડીનું 16,54,816 મે.ટન પિલાણ કર્યુ છે. પિલાણ દરમિયાન 11.25 ટકા રિકવરી આવી હોવાનું જાણવા મળેલ છે. જે ગત વર્ષની રિકવરી 11.62 ટકા કરતાં ઓછી છે. પરંતુ ગત વર્ષની પિલાણ સિઝનમાં 16.17 લાખ મે. ટન પિલાણ કરતાં ચાલુ વર્ષે વધુ પિલાણ કર્યુ છે. બારડોલી સુગર બુધવારે સાંજે સાત વાગ્યે વિધિવત બંધ કરવામાં આવી હતી. અઠવાડીયામાં ખાંડના દાગીનાઓનો પણ સ્ટોક નક્કી થઈ જશે.