• Gujarati News
  • સુરત એસએમસીના કર્મચારીના બેંક એકાઉન્ટમાંથી 80000 ગાયબ

સુરત એસએમસીના કર્મચારીના બેંક એકાઉન્ટમાંથી 80000 ગાયબ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરતશહેરના મોરા ભાગળ રાંદેર વિસ્તારમાં રહેતા અને મહાનગરપાલિકામાં ડ્રેનેજ વિભાગમાં વાયરમેન તરીકે કામ કરતાં ઈસમના એસબીઆઈ બેંકના એટીએમ મશીનમાંથી કોઈ શખ્સે પ્રથમ પલસાણા તાલુકાના કડોદરાની એસબીઆઈ બેંકના એટીએમ મશીનમાંથી 40 હજાર ઉપાડ્યા હતા, ત્યારબાદ બારડોલીની એસબીઆઈમાંથી 40 હજાર રૂપિયા મળી કુલે 80 હજાર રૂપિયા ઉપાડી લેવા બાબતે કડોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

અંગે કડોદરા પોલીસ સૂત્રો પાસે મળતી માહિતી અનુસાર સુરત શહેરના મોરા ભાગળ રાંદેર મોટી શેરી ખાતે રહેતા ઉપેન્દ્રભાઈ છગનભાઈ પટેલ સુરત મહાનગર પાલિકામાં ડ્રેનેજ વિભાગમાં વાયરમેન તરીકે ફરજ બજાવે છે. તેમનું મોરા ભાગળ ખાતે આવેલી એસબીઆઈ બેંકમાં એકાઉન્ટ છે અને રૂપિયાની લેવડ દેવડ માટે એટીએમ કઢાવેલું હતું.

એટીએમથી તેઓ રૂપિયાની લેવડ દેવડ કરતાં હતાં. બેંક એકાઉન્ટમાં તેમણે મેક્સ ઈન્સોરન્સ પોલીસીના રૂપિયા જમા થવાના હોવાથી તેઓ 8 એપ્રિલના રોજ સવારે 11.30 કલાકે એસબીઆઈ બેંકમાં પૈસા ઉપાડવા ગયા હતાં. એકાઉન્ટમાં કેટલા રૂપિયા છે તે ચેક કરવા માટે પાસબુકમાં એન્ટ્રી કરાવતાં તેમને જાણવા મળ્યું હતું કે તેમના એકાઉન્ટમાંથી પ્રથમ કડોદરાના એટીએમમાંથી 20 હજાર લેખે બે વાર મળી 40000 રૂપિયા અને ત્યારબાદ પટેલ ટાવર બારડોલી ખાતે આવેલ એસબીઆઈ બેંકના એકાઉન્ટમાં 20 હજાર લેખે બે વાર મળી કુલે 40000 રૂપિયા ખાતામાંથી ઉપાડી ગયો હતો.

ઉપેન્દ્રભાઈએ તેમનો એટીએમ કાર્ડ કે એટીએમ કાર્ડનો ગુપ્ત નંબર કોઈપણ વ્યક્તિને આપ્યો હતો. ઘટનાની જાણ થતાં તેઓ પ્રથમ બેંક મેનેજરને મળી તેનો એટીએમ કાર્ડ બ્લોક કરાવી દીધો હતો. ત્યારબાદ આજરોજ તેમની સાથે થયેલી છેતરપિંડી સાથે કડોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા આવતાં કડોદરા પોલીસે અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

હાલમાં તો એસએમસીના કર્મચારીઓ 80000 જેટલી રકમ ગુમાવવી પડી છે. જેને કારણે તેઓ પરેશાન થઈ ગયાં છે.