• Gujarati News
  • National
  • ઉકા તરસાડિયા યુનિવર્સિટી ટેલી એજ્યુકેશન સાથે કરાર

ઉકા તરસાડિયા યુનિવર્સિટી ટેલી એજ્યુકેશન સાથે કરાર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલી | ઉકા તરસાડિયા યુનિવર્સિટી બારડોલી ટેલિ એજ્યુકેશન કરાર કરી યુનિર્વિસટીના 1000 જેટલા બીકોમ, બીબીએ તેમજ એમબીએના વિદ્યાર્થીઓને ટેલી એજ્યુકેશનના સર્ટિફિકેટ કાર્યક્રમોની ટ્રેનિંગ તથા સર્ટિફિકેશન માટે તૈયાર કરવા માટે કરારા કર્યા છે. ટેલિ એજ્યુકેશન પ્રાઈવેટ લિમિટેડ એ ટેલી સોલ્યુશનની સબસીડી કંપની છે. જે ટેલી સોફ્ટવેર તેમજ ઈઆરપી.6 ના અધિકૃત લાયસન્સ હોલ્ડર છે. આ કંપની દ્વારા યુનિવર્સિટી કેમ્પસ પરના વિદ્યાર્થીઓને ટ્રેનિંગ બાદ કંપની દ્વારા પરીક્ષા લીધા પછી ટેલી સર્ટિફિકેટ આપવામાં આવશે. આ પ્રકારની ટ્રેનિંગ પામેલ અધિકૃત વિદ્યાર્થીઓએ ટેલિ એજ્યુકેશન સર્ટિફાઈડ તરીકે તેમની વેબસાઈટ પર મુકવામાં આનાવર છે. ટેલી એજ્યુકેશન દ્વારા જીએસી પ્રોફેશનલ સર્ટિફિકેશન માટે ટેલી ઈઆપી-એ સોફ્ટવેર તૈયાર કરવામાં આવ્યો છે. આ સર્ટિફિકેટ મેળવનાર વિદ્યાર્થીઓ કોમ્પ્યૂટરરાઈઝ્ડ એકાઉન્ટિંગ તેમજ જીએસટી લગતી હજારો પ્રકારની નોકરીઓ ઉપલબ્ધ થનાર છે. હાલમાં આ પ્રોગ્રામ અંતર્ગત 120 વિદ્યાર્થીઓને રજિસ્ટર્ડ કરી સોફ્ટવેર તેમજ સોફ્ટવેર તેમજ એકાઉન્ટીંગની ટ્રેનિંગ શરૂ કરી દેવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...