• Gujarati News
  • National
  • ઘાણીની આસ્થા પરમાર બની ડે. કલેક્ટર

ઘાણીની આસ્થા પરમાર બની ડે. કલેક્ટર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મૂળડોલવણ તાલુકાનાં ઘાણી ગામે અને હાલ બારડોલીના રહીશ આસ્થાબેન અર્જુનસિંહ પરમાર ભાવનગર મ્યુનિસિપલ કચેરીમાં વહીવટી અધિકારી તરીકે નોકરી કરે છે. નોકરી સાથે સાથે ગુજરાત જાહેર સેવા આયોગની પરીક્ષા આપી પ્રથમ પ્રયાસે પરીક્ષા પાસ કરી 12મો રેન્ક મેળવી વર્ગ-1માં ડેપ્યુટી કલેક્ટર તરીકે પસંદગી પામી રાજપૂત સમાજ સહિત ઘાણી તેમજ બારડોલીનું નામ રોશન કરતાં સમાજ સહિત ગ્રામજનોમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ હતી.

તાપી જિલ્લાના ડોલવણ તાલુકાનાં ઘાણી ગામે રહેતા અરુણાબેન અને અર્જુનસિંહ પરમારની પુત્રી આસ્થાના લગ્ન ઇન્ડિયન આર્મીમાં લેફટનન્ટ કર્નલ તરીકે હાલ આસામમાં ફરજ બજાવી રહેલ ક્ષિતિજ સોલંકી સાથે થયા છે. આસ્થાએ નિરમા યુનિવર્સિટીમાંથી એમ.ફાર્મની ડિગ્રી મેળવ્યા બાદ તરત ટોરેન્ટ ફાર્મામાં રિસર્ચ સાયંટિસ્ટ તરીકે જોડાયા હતા. ત્યારબાદ ભાવનગર કોર્પોરેશનમાં વહીવટી અધિકારી તરીકે ફરજ બજાવવાનું શરૂ કર્યું હતું. નોકરી અને પરિવારની જવાબદારી સાથે સાથે વર્ષ 20147-15માં પ્રસિધ્ધ થયેલ ગુજરાત જાહેર સેવા આયોગ (જીપીએસસી)ની પરીક્ષામાં ઉમેદવારી કરી પોતાની તૈયારી આરંભી દીધી હતી. એક લક્ષ્ય રાખી શરૂ કરેલ જીપીએસસીની તૈયારીની પ્રાથમિક ...અનુસંધાન પાના નં. 2

જીપીએસસીની પરીક્ષામાં ગુજરાતમાં 12મો રેન્ક મેળવ્યો

આસ્થા પરમાર

અન્ય સમાચારો પણ છે...