તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • જીવનમાં બીજું કંઈ કરી શકો તો ચાલશે પણ પ્રેમને સર્વોત્કૃષ્ટ ઉંચાઈ પર લઈ જાઓ

જીવનમાં બીજું કંઈ કરી શકો તો ચાલશે પણ પ્રેમને સર્વોત્કૃષ્ટ ઉંચાઈ પર લઈ જાઓ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સરદારબાગ જૈન સંઘ, હિરાચંદ નગર, બારડોલીમાં બિરાજમાન જૈનાચાર્ય રત્નસુંદર સુરીશ્વરજીએ આજે પ્રવચનમાં સર્વ ભક્તોને મંત્રમુગ્ધ કરી દીધા હતાં. ગુરૂદેવે આજે પ્રેમ અને પરાક્રમ અને પ્રસન્ના ત્રણ વૈત્રવનો ભેદ સમજાવ્યો હતો. ગુરૂદેવે કહ્યું કે જીવનમાં બીજુ કંઈ કરી શકો તો ચાલશે પણ પ્રેમને સર્વોત્કૃષ્ટ ઉંચાઈ પર લઈ જાઓ. પ્રેમ આવશે એટલે જીવનમાં બધુ આવી જશે.

આપણે જે મેળવવું હોય તે મેળવવા આપણે જે કંઈ પણ ચૂકવવા તૈયાર હોઈએ છીએ એની પાછળ નું કારણ એની પાછળનો આપણો પ્રેમ. કોઈપણ વ્યક્તિ સાધુ જીવન મેળવે છે કારણ જીવન પ્રત્યેના પ્રેમને કારણે ધન, સ્વજન, શરીર પરનું મમત્વ અને મનની ઈચ્છાના બલિદાન રૂપી કિંમત એમણે ચૂકવી છે. મીરાએ ઝેરનો પ્યાલા પીધા કારણ કે એમને કૃષ્ણ પ્રત્યે અપાર પ્રેમ હતો. બહારની કોઈપણ વસ્તુ લાવવાની તાકત જો પૈસાની છે તો અભ્યંતર જગતની દરેક વસ્તુ લાવવાની તાકાત પ્રેમની છે.

આપણે કોઈને સાચો પ્રેમ કર્યો હશે તો આપણને સૌથી મોટી શક્તિ મળશે કે આપણને ગમે તેવા ઠપકો આપી, આપણને મારે તો પણ એમના પ્રત્યે ક્ષણીક પણ ખોટા વિચાર કર્યા વગર આપણે એમને પૂર્ણ પ્રસંન્નાત પૂર્વક સાંભળીએ. એમની આજ્ઞા માનીએ. આપણને ઠપકો આપનાર કડવા વચનો કહેનાર ઉપકારી દેવ, ગુરુ, મા-બા, સ્વ અને સ્નેહીજનોને જો આપણે પૂર્ણ પ્રસન્નતાપૂર્વકનો પ્રેમ કરીએ તો આપણું કમનસીબ છે.

આપણામાં જો પ્રેમ હશે તો આપણામાં સ્પર્શેન્દ્રીય, રસેન્દ્રીય, ધ્રાણેન્દ્રીય, ચક્ષુરેન્દ્રીય અને શ્વાસેન્દ્રીય રૂપી પાંચે ઈન્દ્રીઓને સ્વામીની આજ્ઞાને આધીન કરનાર પૂર્ણ સમર્પણ આપીને રહશે. સાંકર દૂધમાં ભળે સાધના છે કારણે કે સાંકરે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખ્યું છે, પણ નદી સાગરમાં ભળે સમર્પમ છે કારણ કે નદી પોતાનું અસ્તીત્વ ખતમ કરી દે છે.

જો આપણને શાંતિ પ્રિય હોય તો આપણે રિક્ષાવાળા સાથે કે અન્ય સાથે સામાન્ય રીતે કિંમત રમક માટે કલેશ ઝઘડો નહીં કરવો. 19 વર્ષ પહેલા મિત્રોના કહેવાથી પીકનીક સ્થળો પર દારૂ પીનારો વ્યક્તિ દારૂની આદત છોડવાની વિનંતી કરતો ગુરૂદેવને મળવા આવ્યો. આર્થિક સ્થિતિ સારી છે. એમ જાણી ગુરુદેવે કહ્યું કે જ્યારે દારૂ પીએ ત્યારે 1 લાખ રૂપિયા હું કહું ત્યાંથી વાપરવા.

આજે 19 વર્ષમાં એવ્યક્તિએ એક પણ વખત દારૂ નથી પીધો. કારણ કે દારૂના વ્યસન વિનાની જિંદગી પ્રત્યે એને પૂર્ણ પ્રેમ હતો. જેની કિંમત એણે ચૂકવી દારૂ ત્યાગીને અને ગુરૂદેવને પૂર્ણપણે સમર્પિત હતો. ભાઈ દારૂ છોડવાનું પરાક્રમ કરી શક્યા કારણ કે વ્યસન મૂક્ત જીવન પ્રત્યે પ્રેમ હતો. ગુરૂદેવ ભક્તામર મહાસ્ત્રોતને અનુલક્ષીને ઉદાહરણ આપ્યું કે હરણી સિંહ સાથે બાથ ભીડવાનું પરાક્રમ કરે છે કારણ કે એને એના બચ્ચા પ્રત્યે પ્રેમ છે.

બારડોલીમાં ચાલી રહેલું જૈનાચાર્ય રત્નસુંદર સુરીશ્વરજીનું પ્રવચન

અન્ય સમાચારો પણ છે...