તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • શરીર નશ્વર છે, આત્મા અમર છે: મુનિ સંજયકુમારજીનું પ્રવચન

શરીર નશ્વર છે, આત્મા અમર છે: મુનિ સંજયકુમારજીનું પ્રવચન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલીતેરાપંથ ભવનના અમૃત સભાગારમાં અણુવ્રત અનુશાસારતા આચાર્ય શ્રી મહાશ્રમણના સુશિષ્ય શતાવધાની મુની સંજયકુમારજી સ્વામીએ ધર્મપ્રેમી જનતાને સંબોધતાં કહ્યું કે ભગવાન મહાવીરે ગૌતમ સ્વામીને કહ્યું કે ‘સમયંમ્ ગોયં ના પમાઈએ’ એટલે કે ‘હૈ ગોતમ તુ ક્ષણભરથી સમયનો પ્રમાદ કર’ સમયો સાચો દૃષ્ટિકોણ નજરમાં રાખીને ઉપયોગ કરવો જોઈએ. મનુષ્ય ઈન્દ્રીયક્ષીણ થઈ જાય તે પહેલા ઘડપણ થાય તે પહેલા ધર્મ આરાધના, આત્માસાધના તથા માનવતાના કલ્યાણનું કાર્ય કરવું જોઈએ. પરંતુ સામાન્ય રીતે માનવી ઉપરોક્ત લક્ષણો દેખાય પછી ધર્મ આરાધાના કરવા પ્રેરાય છે. ત્યારે ઘણું વિલંબ થઈ જાય છે. પણ એક યુનિવર્સલ સત્ય છે કે સંસારના દરેક પ્રાણીના જીવનો એક ક્ષણનો પણ ભરોસો હોતો નથી અને તેમાય મનુષ્ય જન્મ દુર્લભ નહીં અતિદુલર્ભલ છે. મનુષ્ય જન્મ માટે દેવી દેવતાઓ પણ આશા રાખે છે કે હમોને ક્યારે મનુષ્ય જન્મ મળે, નરમાંથી નારાયણ બનવા માટે મનુષ્યનો અવતાર લેવો અનિવાર્ય છે. તેથી મુનીશ્રીએ સમયનો જાગૃતા પૂર્વક સદ્દઉપયોગ કરીને જીવન જીવવાની પ્રેરણા આપી હતી. આજના ભૌતિક ચકાચૌધમાં અને અર્થ પ્રાપ્તી માટે આંધળી દોડમાં પોતાના શારીરિક સ્વાસ્થ્યને ગૌણ કરીને શારીરિક બીમારી, માનસિકબીમારીને આમંત્રણ આપે છે. જે વ્યક્તિ સમયનું અંકન કરે છે તે ભાગ્યશાળી અને પ્રગતિ કરે છે. મનુષ્યે સૌ પ્રથમ સવારે પથારીમાં પોતાના ઈષ્ટમંત્રનું જાપ કરવું જોઈએ ને ત્યારબાદ પોતાના હાથની રેખા પર નજર કરીને એવી ભાવના ભાવી જોઈએ કે હું મારા ભગ્યનો વિધાતા છું અને આજનો મારો દિવસ આનંદ મંગલમાં જશે. પ્રભુનું સ્મરણ કરીને ધ્યાન ધરવું જોઈએ.

અન્ય સમાચારો પણ છે...