• Gujarati News
  • National
  • ખેડૂતો માટે શેરડી મીઠી રહેશે કે કેમ તે આજે નક્કી થશે

ખેડૂતો માટે શેરડી મીઠી રહેશે કે કેમ તે આજે નક્કી થશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
31માર્ચના રોજ દક્ષિણ ગુજરાતની સુગર ફેક્ટરીઓ દ્વારા વર્ષ 2016-17ના શેરડીના આખરના ભાવ નક્કી થશે. તમામ સુગર મિલોમાં વ્યવસ્થાપક સમિતિની બેઠકમાં ખાંડના સરેરાશ ભાવ અંગે ચર્ચા થયા બાદ શેરડીના ભાવ ટનદીઠ ભાવ નક્કી કરવામાં આવશે. વખતે ખાંડનું બજાર ઊંચું રહ્યું હોય ખેડૂતો પોતાના પાકનું વધુ વળતર મળે તેવી શક્યતા છે.

સુગર ફેક્ટરીઓની અંદાજિત સ્ટોક વેલ્યુ 3000થી 3500 જેટલી રહી હોય શેરડીના ભાવ પણ 3000ની આસપાસ રહે તેવી શક્યતા છે. 31 માર્ચના રોજ દ. ગુજરાતની સુગર ફેક્ટરીઓ બપોરના 2.30 વાગ્યા સુધીમાં પોતપોતાની સંસ્થામાં બોર્ડ ઓફ ડિરેક્ટરની બેઠક યોજી સુગર ફેક્ટરીમાં વર્ષ 2016-17ની પિલાણ સિઝનના શેરડીના આખરી ભાવ જાહેર કરશે અને ભાવ સરકારે નક્કી કરેલ કમિટીમાં મોકલી તેને મંજૂર કરાવશે. ખાંડ બજારના છેલ્લા બે વર્ષથી સુધારાની સ્થિતિમાં છે. એમ શેરડીનું ઉત્પાદન પણ ઘટ્યું છે.

ગત વર્ષે ખાંડનું બજાર છેલ્લે છેલ્લે ઊંચું જતાં સુગર મિલોએ ખેડૂતોને પોષણક્ષમ ભાવો આપ્યા હતા. જોકે ચાલુ વર્ષે પ્રતિકૂળ વાતાવરણ તેમજ અન્ય કેટલાક કારણોસર શેરડીનો એકર દીઠ ઉતાર ઓછો આવ્યો હોય સુગર ફેક્ટરીઑમાં દર વર્ષ કરતાં ઓછું પીલાણ થયું હતું. અધુરામાં પૂરું બે મહિના સુધી નહેરમાં સિંચાઇનું પાણી મળવાને કારણે પણ શેરડીના એકરદીઠ ઉતાર પર મોટી અસર થઈ હતી. જેના કારણે સુગર ફેક્ટરીઓને શેરડીનો જથ્થો ઓછો મળી શક્યો હતો.

તમામ પાસાઓને જોતાં દર વર્ષ કરતાં ખાંડનું ઉત્પાદન ઓછું થવાની સાથે માંગ વધુ જોવા મળતા ખાંડનું બજાર સમગ્ર વર્ષ દરમ્યાન ઊંચું રહ્યું હતું. હાલની સ્થિતિમાં ખાંડની કિમત રૂ.3650 પ્રતિ ક્વિન્ટલની આસપાસ રહી છે. જ્યારે ગત વર્ષે ખાંડની સરેરાશ કિમત રૂ. 3500 પ્રતિ ક્વિન્ટલ રહી હતી. તેની સામે વખતે ખાંડનું બજાર સતત ઊંચું રહેતા ગત વર્ષ કરતાં દરેક સુગર ફેક્ટરીઓની સરેરાશ કિંમત પણ ઊંચી રહેવાની શક્યતા છે. દ. ગુજરાતની સુગર ફેક્ટરીઓની સ્ટોક વેલ્યુ અંદાજિત 3000થી 3500 વચ્ચે રહેવાની શક્યતા છે. જેથી શેરડીના ભાવ પણ 3000ની આસપાસ રહેવાની શક્યતા છે. સુગર ફેક્ટરીઓ ઉત્પાદન ખર્ચ અને રિકવરીને આધારે શેરડીના ભાવ જાહેર કરશે.

સુગરના ઉત્પાદન ખર્ચ અને રિક્વરીને આધારે ભાવ પડશે.

દક્ષિણ ગુજરાતની સુગર ફેક્ટરી દ્વારા આજે જાહેર થનારા શેરડીના આખરી ભાવ પર ખેડૂતોની ચાતક નજર

અન્ય સમાચારો પણ છે...