તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • આરઆર સેલના ત્રણ કર્મચારીને ઘલુડી હેડક્વાર્ટરમાં નિયુક્તિ અપાઈ

આરઆર સેલના ત્રણ કર્મચારીને ઘલુડી હેડક્વાર્ટરમાં નિયુક્તિ અપાઈ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રેંજઆઈજી ડો. સમશેર સિંઘે ગુરુવારના રોજ આરઆરસેલનું વિસર્જન કરી એક પીઆઈ અને 9 પોલીસ કર્મચારીઓની ચાર જિલ્લામાં પરત કરવાનો હુકમ કર્યો હતો. જેને અનુક્ષીને સુરત જિલ્લામાં પરત આવેલા ત્રણ પોલીસ કોન્સ્ટેબલને સુરત ગ્રામ્ય ઘલુડી હેડક્વાટર ખાતે જિલ્લા પોલીસવડા નિર્લિપ્ત રાયે હાજર થવાનો હુકમ કરતાં પોલીસ બેડામાં ભારે ચકકચાર મચી ગઈ હતી.

વરેલીના લઠ્ઠાકાંડની ઘટના બાદ રેંજ આઈજી સુધીની બદલીના હુકમ થઈ ગયા હતાં. અને સુરત રેંજનો ચાર્જ લેતાની સાથે ડો. સમશેર સિંઘે આરઆરસેલનું વિસર્જન કર્યુ હતું. તાપી, વલસાડ, નવસારી અનેસુરત ગ્રામ્યમાંથી આરઆરસેલમાં ફરજ બજાવતાં એકપીઆઈ અને નવ પીએસઆઈની તેમના જિલ્લામાં પરત હાજર થવા માટે હુકમ કર્યો હતો. જેમાં સુરત ગ્રામ્યમાંથી હેડકોન્સ્ટેબલ દેવર્શી જ્યોર્જ, પોકો. દિનેશ રાઠવા અને દિનેશ બાબુલાલને છુટા થઈ જિલ્લા પોલીસવડા સમક્ષ હાજર થતાં ત્રણે પોલીસ કર્મચારીને સુરત જિલ્લા ઘલુડી હેડક્વાટર્સ ખાતે નિયુક્તિ અપાઇ છે. અને આરઆરસેલ પર ફરજ બજાવીને આવેલા કર્મચારીઓની હેડક્વાર્ટર ખાતે નિયુક્તિ કરાતાં પોલીસ બેડામાં ભારે ચકચાર મચી ગઈ હતી.

અન્ય સમાચારો પણ છે...