• Gujarati News
  • National
  • ચકચારી મિથેનોલ પ્રકરણમાં ત્રણ આરોપી 10 દિવસના રિમાન્ડ પર

ચકચારી મિથેનોલ પ્રકરણમાં ત્રણ આરોપી 10 દિવસના રિમાન્ડ પર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરતશહેર અને જિલ્લામાં છેલ્લા એક માસ દરમિયાન સર્જાયેલા લઠ્ઠાકાંડની ઘટનામાં શુક્રવારના રોજ એટીએસની ટીમે મિથેનોલ ક્યાંથી આવ્યું અને કઈ રીતે લઠ્ઠો બન્યો તે રીતે પર્દાફાસ કરી મુખ્ય સૂત્રધાર રામુયાદવની પૂછતાછને આધારે ટેન્કરના ચાલક, ક્લીનરની ધરપકડ કરી હતી. સાથે નાસતા ફરતાં આરોપી નિલેશ મકવાણાની પણ ધરપકડ થઈ હોય. તમામ ત્રણ આરોપીને પલસાણા કોર્ટમાં રજૂ કરી 14 દિવસના રિમાન્ડની માંગણી કરતાં કોર્ટે 10 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે.

ગત 17મી ઓગસ્ટથી 4 સપ્ટેમ્બર દરમિયાન સુરત શહેર અને જિલ્લામાં ઝેરી દારૂ પીવાની ઘટનાને લઈ સર્જાયેલા લઠ્ઠાકાંડમાં વરેલી પંથકમાં 23 વ્યક્તિઓના મોત નીપજ્યાં હતાં. જેમાં 17 વ્યક્તિના વિશેરામાં મિથેનોલની હાજરી આવી હતી. ઘટનાની તપાસ એટીએસના ડીએસપી હિમાંશુ શુક્લાએ શરૂ કરતાં જિલ્લા પોલીસે પકડેલા મૂળ ઉત્તરપ્રદેશના અને હાલ કડોદરા બાલાજી નગર ખાતે રહેતા રામુ સબાબુદ્દીન યાદવે ટેન્કરના ચાલક પાસે મિથેનોલ મેળવી 17 અને 24 ઓગસ્ટ અને 4 સપ્ટેમ્બરના રોજ મિથેનોલ યુક્ત દારૂ બનાવી સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાં વિતરણ કર્યુ હતું.

4 સપ્ટેમ્બરના રોજ વરેલી પંથકમાં તેમણે સુરેશ રાઠોડ અને નિલેશ મકવાણાને ત્યાં મિથેનોલ યુક્ત દારૂનું વિતરણ કરતાં લઠ્ઠાકાંડ સર્જાયો હતો. સમગ્ર ઘટનામાં પોલીસે રામુની પૂછતાછ દરમિયાન મળેલી હકીકત મુજબ રામુ ટેન્કરમાંથી ડ્રાઈવર મનોજ લલનપ્રસાદ વર્મા (રહે. રંગોલી શંકર નગર, નારોલ, અમદાવાદ, મૂળ યુપી) અને કૈલાશ નારાયમ તિવારી (રહે. વિલે પારલે મુંબઈ, મૂળ. યુપી)નાઓ પાસે મિથેનોલ મેળવ્યો હતો. અને મિથેનોલ યુક્ત દારૂ બનાવી રામુએ બુટલેગરોને સપ્લાય કર્યો હતો. મિથેનોલ ટેન્કરમાં મુંબઈની એસ. જી. કંપનીમાંથી ભરૂચની ગ્લેન્ડમાર્ક કંપનીમાં મોકલવામાં આવતો હતો. રસ્તામાં રામુ ડ્રાઈવર ક્લિનરની મદદથી ચોર્યો હોવાનંળ બહાર આવ્યું હતું.

પોલીસ રામુને અગાઉ સાત દિવસના રિમાન્ડ મેળવી ચૂકી છે. જ્યારે મનોજ વર્મા તેમજ કૈલાશ તિવારી અને પાછળથી પકડાયેલા વરેલીના નિલેશ મકવાણાને પોલીસે કોર્ટમાં રજૂ કરી 14 દિવસના રીમાન્ડની માંગણી કરતાં કોર્ટે 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

રામુએ કૈલાસ તિવારી પાસેથી મિથેનોલ મેળવ્યું હતું

રામુયાદવે ટેન્કરના ડ્રાઈવર મનોજ વર્મા અને કૈલાશ તિવારી પાસે મિથેનોલ મેળવ્યું હતું. મિથેનોલ પ્રથમ 17મી ઓગસ્ટ અને 24 ઓગસ્ટ અને ત્યારબાદ 4 સપ્ટેમ્બરના રોજ મેળવ્યું હતું. ત્યારબાદ મિથેનોલ રામુ યાદવ નિયોલ વાંકાનેડા નહેર ઉપર લઈ ગયા બાદ ત્યાં મીથેનોલને પાણીમાં મીશ્રીત કરી લઠ્ઠો તૈયાર કર્યો હતો. અને ત્યાંથી લઠ્ઠો અલગ અલગ બુટલેગર નિલેશ મકવાણા, સુરેશ રાઠોડ સુરત શહેરના જિતુ ચૌધરી અને તેની પત્ની પદમા ચૌધરીને આપ્યો હતો.

એટીએસની તપાસ હવે લઠ્ઠાકાંડમાં મુંબઈની એસજી કંપની તેમજ ભરૂચના ગ્લેનમાર્ક કંપનીના કર્મચારી ઉપર ગઈને અટકી છે. એટીએસની ટીમે આરોપીના રિમાન્ડ માટે જે ગ્રાઉન્ડ તૈયાર કર્યો હતો તેમાં પણ કઈ રીતે ટેન્કરનું સીલ ખોલ્યા વગર મિથેનોલની ચોરી કરવામાં આવી હતી. ઉપરાંત મુંબઈની એસજી કંપની અને ભરૂચની ગ્લેનમાર્ક કંપનીના કર્મચારીઓની મિથેનોલ ચોરી પ્રકરણમાં સંડોવાણી છે કે કેમ ? એક્સાઈઝ કંપની દ્વારા સીલની તપાસ થતી હોવા છતાં કેમિકલ કઈ રીતે ચોરી કરવામાં આવતું હતું ? મિથેનોલની ઘટ છતાં ભરૂચની કંપની દ્વારા કોઈ પણ પ્રકારની તપાસ કેમ કરવામાં આવી તે બાબતની ઉંડાણથી તપાસ કરવાની હોય ઉપરાંત તૈયાર કરેલ લઠ્ઠો અન્ય કોઈ જગ્યાએ રાખવામાં આવ્યો છે કે કેમ ? મિથેનોલ અન્ય કોઈ વ્યક્તિને આપવામાં આવ્યું છે કે કેમ જેવા મુદ્દાઓ રજૂ કરી રિમાન્ડ મેળવ્યા હતાં.

ટેન્કરનું સીલ તોડ્યા વગર મિથેનોલ કઢાતું હતું

એટીએસની ટીમ મુંબઈ અને ભરૂચની કંપનીના કર્મચારીઓની ભૂમિકાની તપાસ કરશે

નિયોલ વાંકાનેડા નહેર ઉપર રામુ યાદવે મિથેનોલ ભેળવી લઠ્ઠો તૈયાર કર્યો હતો

લઠ્ઠા

કાંડ

અન્ય સમાચારો પણ છે...