તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • લીમડાચોક પર શાકભાજી માર્કેટની મિલકતની જર્જરિત ગેલેરી ધરાશાયી

લીમડાચોક પર શાકભાજી માર્કેટની મિલકતની જર્જરિત ગેલેરી ધરાશાયી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલીનગરની લીમડાચોક ખાતે શાકભાજી માર્કેટ વિસ્તારમાં આવેલ જર્જરિત જૂની શાકભાજી માર્કેટનો એક ખૂણાનો ગેલેરીવાળો ભાગ ધરાશાયી થતાં માર્કેટમાં ભયનો માહોલ છવાયો હતો. જોકે, સદ્દનસીબે કોઈને ઈજા થઈ હોવાનું જાણવા મળ્યું છે. લીમડાચોક વિસ્તારમાં આવેલી વર્ષો જૂની શાકભાજી માર્કેટનું મકાન આવેલ છે. માળની ગેલેરીનો ભાગ એક તરફનો ખૂણો શુક્રવારની સાંજે અચાનક તૂટી પડ્યો હતો. ગેલેરીની નીચે લારીવાળા ધંધો કરતો હોય પહેલાં પતરાવાળો એક ભાગ પડતાં લોકોને સમય મળતાં ત્યાંથી ખસી ગયા હતા અને થોડીવારમાં ધડાકા સાથે ગેલેરીનો એક ખૂણાવાળો ભાગ તૂટી પડ્યો હતો.

વરસાદી સિઝન આવતાં નગરની જર્જરિત મિલકતો બાબતે પાલિકા તંત્રે પણ જાગૃત બનવાની જરૂર છે. માર્કેટનો તૂટેલો ભાગથી નસીબજોગ કોઈને ઈજા થઈ હતી. જે મોટી બાબત ગણવામાં આવી હતી. વિસ્તારમાં શાકભાજી માર્કેટ હોવાથી રસ્તો સાંકડો અને લોકોની અવરજવર વધારે હોવાથી અકસ્માતની ઘટનામાં કોઈ હાનિ થઈ હોત પરંતુ બચાવ થયો હતો.

પહેલાં પતરાવાળો એક ભાગ પડતાં લોકોને ખસી જવાનો સમય મળ્યો

લોકોની ભારે અવરજવર છતાં સદ્દનસીબે કોઈને ઈજા કે જાનહાનિ નહીં

બારડોલીમાં શાકભાજી માર્કેટની મિલ્કતનો જર્જરિત ગેલેરીનો ખૂણો પડી ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...