બારડોલી સાંસદના પુણા મત વિસ્તારમાં જનસંપર્ક કાર્યાલયનો શુભારંભ
બારડોલી | ૨૩-બારડોલીસંસદીય મત વિસ્તારના સાંસદશ્રી પ્રભુભાઇ વસાવાના સુરત મત વિસ્તારના પુણા વિસ્તારમાં યોગીચોક નજીક ‘જનક સંર્પક કાર્યાલયનું ઉદધાટન શહેર ભા.જ.પા. પ્રમુખશ્રી નિતિનભાઇ ભજિયાવાલાના વરદ હસ્તે કરવામાં આવ્યુ હતુ.
વોર્ડ નં.૩-૧૫-૧૬-૧૭ના વિશાળ કાર્કરોની હાજરીમાં અને ધારાસભ્યશ્રી કુમારભાઇ કાનાણી, તથા મદનસિંહ અટોદરીયા, શહેરમંત્રી કોમલબેન ગેવરીતા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યાલયના ઉદધાટન પ્રસંગે સાંસદશ્રી પ્રભુભાઇ વસાવાએ જણાવ્યુ કે કાર્યાલય પ્રજાજનોની સુખાકારી માટે છે. મારા મત વિસ્તારના તમામ પ્રજાજનોના પ્રશ્રોના ઉકેલ માટે કાર્યાલયની શરૂઆત કરેલી છે. રેલ્વે, ટેલિફોન, પોસ્ટ ઓફીસ, પ્રધાનમંત્રી રાહત કોષ જેવા સામાન્ય લોકોને સ્પર્શતા પ્રશ્રોનો નિરાકરણ થઇ શકે તેવી મારી લાગણી છે. સમારંભના અધ્યક્ષ અને શહેર પ્રમુખશ્રી નિતિનભાઇ ભજીયવાલા તેમની શૈલીમાં જણાવ્યુ કે, કેન્દ્ર રાજયની ભા.જ.પ. સરકાર સામાન્ય લોકોના પ્રશ્રોના નિરાકરણ માટે હમેશાં તત્પર હોય છે. છેવાડાના માનવ સુધી સરકારની યોજનાનો લાભ મળે તે જોવાની ફરજ આપણા સૌ કાર્યકરોની ફરજ છે. જનસંર્પક કાર્યાલય દ્વારા વિસ્તારના તમામ પ્રજાજનોના પ્રશ્રો હલ થાય તેવી અપેક્ષા રાખું છું.