તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • બારડોલીમાં આતંકવાદીના પોસ્ટરની વાતે પોલીસ દોડી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બારડોલીમાં આતંકવાદીના પોસ્ટરની વાતે પોલીસ દોડી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પોલીસ સ્થળ પર પહોંચી તપાસ કરતા પોસ્ટર ગાયબ હતું

ભાસ્કરન્યૂઝ બારડોલી

બારડોલીનગરના ગાંધીરોડ પર પે એન્ડ યુઝમાં આતંકવાદી બુરહાન વાનીનો પોસ્ટર ચોંટાડવામાં આવ્યો હોવાની વાત વાયુવેગે ફેલાતા પોલીસ સહિત લોકો દોડી ગયા હતા. પરંતુ સ્થળ પર કંઇ જોવા મળ્યુ હતું. જોકે, પોલીસ આવે તે પહેલા પોષ્ટર દૂર કરાયુ હોવાનું જાણવા મળેલ છે. જોકે નગરમાં આતંકવાદીનું પોસ્ટર આવ્યું પણ ગંભીર બાબત હોવાનું માનવામાં આવી રહ્યુ છે.

8મી જુલાઈએ આતંકવાદી બુરહાન વાનીને ભારતીય સેનાએ ઠાર કર્યો હતો. આતંકવાદીનું પોસ્ટર બારડોલીના ગાંધીરોડ પર આવેલ પે એન્ડ યુઝમાં કોઈ ઈસમ દ્વારા ચોંટાડી દેવામાં આવ્યો હોવાની વાતથી લોકો ફફડી ઉઠ્યા હતા. બારડોલી પોલીસને જાણ થતાં સ્થળ પર પહોંચી હતી. પરંતુ કોઈ વસ્તુ જોવા મળતા પરત ફરી હતી.

બીજી તરફ સુત્રોના જણાવ્યા મુજબ કોઇ ઇસમ શૌચક્રીયામાં એક તરફ ચોટાડેલ હતું. પરંતુ ત્યાંરબાદ પોસ્ટરને ઉખાડી નિકાલ કરી દેવામાં આવ્યું હોવાનું જાણવા મળેલ છે. નગરમાં આંતકવાદીનું પોસ્ટર આવવાની ઘટના પણ ગંભીર હોવાનું મનાઈ રહયુ છે. ત્યાંરે બારડોલી પોલીસ પણ ગંભીર બની આવી હરકત કરનારની શોધખોળ કરવાની માંગણી પણ ઊઠી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો