• Gujarati News
  • હરિપુરામાં સેન્ટિંગ પ્લેટની લૂંટમાં પિકઅપનો ઉપયોગ થયો હતો?

હરિપુરામાં સેન્ટિંગ પ્લેટની લૂંટમાં પિકઅપનો ઉપયોગ થયો હતો?

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોલીસને સ્થળ પરથી મળેલા ટાયરના નિશાનને આધારે અનુમાન
હરિપુરા ગામે વિધાતા ઈન્ડસ્ટ્રીઝમાં ચાલી રહેલા બાંધકામવાળા સ્થળ ઉપર સોમવારની રાત્રિ દરમિયાન દશથી બાર બુકાનીધારીઓ આવી મજૂરોને બંદક બનાવી ૩૦૦ જેટલી સેન્ટિંગની પ્લેટોની ધાડ પાડી હતી. આ ઘટનામાં સ્થળ ઉપર જમીન ઉપર મળી આવેલા નિશાનને આધારે ધાડપાડુઓએ સેન્ટિંગની પ્લેટ લૂંટ ચલાવવા માટે પિકઅપ વાન જેવા વાહનનો ઉપયોગ કર્યોહોવાની શકયતા છે અને તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે.
પલસાણા તાલુકાના હરિપુરા ગામે આવેલી વિધાતા ઈન્ડસ્ટ્રીઝમાં અરવિંદભાઈ પટેલના માલિકીના પ્લોટ ઉપર સુરતના એલ.એચ રોડ વરાછા ખાતે રહેતા મહેશભાઈ પરષોત્તમભાઈ વઘાસીયાનાઓ બાંધકામ કરી રાાં છે અને બાંધકામ સ્થળ ઉપર ૧૨૦૦ જેટલી સેન્ટિંગની પ્લેટો રાખવામાં આવી છે. સોમવારની રાત્રિ દરમિયાન દોઢ વાગ્યાના અરસામાં ૧૦-૧૨ અજાણ્યા બુકાનીધારી ધાડપાડુઓ સાઈટ ઉપર ત્રાટકયા હતાં. તેમના હાથમાં લાકડી સળિયા અને લોખંડના પાઈપ હતાં.
આવતાની સાથે જ તેમણે સાઈટ ઉપર હાજર છ મજૂરોને બાનમાં લઈ લીધા હતાં. અને સ્થળ ઉપરથી ૩૦૦ જેટલી સેન્ટિંગ પ્લેટો ધાડ પાડી ભાગી છૂટયા હતાં. ઘટના સ્થળે પહોંચેલી પોલીસે તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે સ્થળ ઉપર જમીન ઉપર ધાડપાડુ જે વાહન લાવ્યા હતાં તેના ટાયરના નિશાન જોતા આ વાહન પિકઅપ વાન હોવાની શકયતા છે અને તેના આધારે પણ તપાસ શરૂ કરી છે.
ધાડપાડુઓ પૂરેપૂરી તૈયારી સાથે આવ્યા હતા
સૂત્રોના જણાવ્યા અનુસાર ધાડપાડુઓએ મજૂરોને ચાદર અથવા તો અન્ય કાપડ ઓઢાડીને ઉધા સુવડાવી દીધા હતાં. અને ધાડ પાડતી વખતે કેટલાક ધાડ પાડુઓએ મજૂરોની નજીક જ ઊભા રાાં હોય જેથી ધાડપાડુઓનું વર્ણન મજૂરો જોઈ શકયા ન હતાં. એજ રીતે કયુ વાહન લાવ્યા હતાં અને કઈ દિશામાં તેઓ ગયા હતાં તે ચોક્કસ જાણી શકાયું ન હતું. આ ઉપરાંત બે મોબાઈલ હતાં તે પણ ધાડ પાડુ લઈ ગયા હતાં જેથી કરી ધાડની ઘટનાને અંજામ આપ્યા બાદ તેઓ જગ્યા છોડે અને તરત જ મજૂરો અન્ય કોઈ વ્યકિતનો સંપર્ક કરી શકે નહીં.