• Gujarati News
  • બારડોલી સત્ય સાઈ હોસ્પિ.માં વિવિધ ઓપીડીનો પ્રારંભ

બારડોલી સત્ય સાઈ હોસ્પિ.માં વિવિધ ઓપીડીનો પ્રારંભ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલીનીસત્યસાઈ બાબાની 89મી જન્મ જયંતી પ્રસંગે સાઈ પ્રશાંતિ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત સત્ય સાઈ હોસ્પિટલ ત્રણ વર્ષ પૂરા કરી ચોથા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે. ત્યારે બારડોલી હોસ્પિટલમાં હ્ય્દય સારવાર માટે તૈયાર કરેલ નવનિર્મિત મકાનનું, હાર્ટ ઓપીડી, બાળ રોગ સારવાર ઓપીડી, સ્ત્રી રોગ સંબંધિત ગાયનેક ઓપીડી તથા મીનરલ વોરટર પ્લાન્ટનું ઉદ્દઘાટન કરાયું હતુંં.

સમારંભની શરૂઆત સત્ય સાઈ સેવા સમિતીના પ્રમુખ શાંતિલાલ કલ્યાણજીભાઈ પટેલ દ્વારા મહેમાનોનું સ્વાગત કરાયું હતું. વિધાનસભા અધ્યક્ષ ગણપતભાઈ વસાવા તથા સમારંભના અધ્યક્ષ લવજીભાઈ દાલીયાએ ઉદ્દઘાટન પ્રસંગે તમામને શુભકામનાઓ પાઠવી હતી. ડો. ખુશાલભાઈએ સત્યસાઈ બાબાના જીવન ચરિત્ર ઉપર પ્રેરણા લઈ સેવાકીય પ્રવૃત્તિઓને વેગવાન બનાવવા અંગે પ્રેરણા આપી હતી. ગબ્બર નિવાસી ચુંદડીવાળા માતાજી, કથાકાર પંકજભાઈ વ્યાસ અને બાબાનંદજી પારસીએ આર્શીવચનો આપ્યા હતાં.