• Gujarati News
  • કરણ ગામે લકઝરી ટેમ્પો અકસ્માતમાં ક્લીનરનું મોત

કરણ ગામે લકઝરી-ટેમ્પો અકસ્માતમાં ક્લીનરનું મોત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાપીથીસામાનભરી ગોધરા જિલ્લાના કલોલ જતાં આઈસર ટેમ્પાના ચાલક સોમવારના રોજ કરણ ગામે સ્ટેરિંગ ઉપરથી કાબૂ ગૂમાવતાં ડિવાઈડર કુદી ટેમ્પો સામેના ટ્રેક પર જઈ લકઝરી બસ સાથે ભટકાયો હતો. ઘટનામાં ટેમ્પા ચાલકનું સ્થળ પર મોત નીપજ્યું હતું.જ્યારે ટેમ્પામાં બેઠેલા અન્ય ચાલક (ક્લીનર)ને સારવાર માટે કલોકો ખાતે લઈ જવામાં આવ્યો હતો. તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. અકસ્માતમાં મૃત્યુનો આંક બેનો થયો હતો.

બનાવ અંગે પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળેલી વિગત અનુસાર વાપીથી સામાન ભરીને ગોધરા જિલ્લાના કલોક ખાતે જતો અઈસર ટેમ્પાના ચાલક તારીફ મીર્ઝા (32)નાઓએ સોમવારે રાત્રે પલસાણા તાલુકાના કરણ ગામે ને. હા. નં 8 ઉપરથી કાબૂ ગૂમાવતાં ટેમ્પો ડિવાઈડર કૂદી સામેના ટ્રેક ઉપર જઈ કલઝરી બસ સાથે ભટકાયો હતો. સર્જાયેલા અકસ્માતમાં તારીખ મીઝાર્નું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.

અકસ્માતમાં ટેમ્પામાં બેઠેલા અન્ય ચાલક બાબુભાઈ સાહા પરમાર (43)ને ગંભીર ઈજા પહોંચતા પ્રાથમિક સારવાર સુરત ખાતે આપ્યા બાદ વધુસારવાર માટે ગોધરા જિલ્લાના કાલોલ ખાતે લઈજવામાં આવ્યા હતાં. જ્યાં તનું સારવાર દરમિયાન મોત થયું હતું. જે કરણ ગામે થયેલા અકસ્માતમાં મરણ આંક બે ઉપર પહોંચ્યો હતો. બનાવ અંગે ગુનો નોંધી વધુ તપાસ પલસાણા પોલીસ કરી રહી છે.

હાલમાં વિસ્તારમાં અકસ્માતોના બનાવો વધી ગયા હોવાથી પોલીસ દ્વારા તેને નાથવાના ઉપાયો કરવામાં આવે તેવી માગ કરાઈ રહી છે.