• Gujarati News
  • કડોદરામાં કારમાંથી લેપટોપ, રોકડ અને એટીએમ કાર્ડની ચોરી

કડોદરામાં કારમાંથી લેપટોપ, રોકડ અને એટીએમ કાર્ડની ચોરી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કડોદરાખાતે સવારે એક દુકાનની સામે કાર પાર્ક કરી માલિક કામ અર્થે ગયો હતો સમયે કોઈ અજાણ્યા તસ્કરો કારનો દરવાજો ખોલી અંદર મુકેલ પાકીટની ચોરી કરી ગયા હતાં. પાકીટમાં લેપટોપ, રોકડા અને દસ્તાવેજી કાગળોની ચોરી થતાં પોલીસને જાણ કરવામાં આવી હતી.

પલસાણા તાલુકાના હરિપુરા ગામ પટેલ ફળિયામાં રહેતા રાજુભાઈ મગનભાઈ પટેલ સચીન ખાતે આવેલ ફેક્ટરીમાં કોન્ટ્રાક્ટરનું કામ કરે છે. ગુરુવારે સવારે પોતાના કારીગર સાથે સ્વીફ્ટ કાર નં (GJ-05CP-6878)માં ખેતીનો પંપ લઈ કડોદરા ખાતે લક્ષ્મીનારાયણની દુકાનમાં આવ્યા હતાં. દુકાનની સામે કાર પાર્ક કરી બંને દુકાનમાં ગયા હતાં. થોડીવારમાં પરત કાર પાસે આવતાં ડ્રાઈવર સાઈડનો દરવાજો ખુલ્લો હતો. અંદર તપાસ કરતાં લેપટોપ કિંમત 12000, રોકડા 2500 ત્રણ બેંકના એટીએમ અને લાયસન્સ મુકેલ પાકીટની કોઈ અજાણ્યા ચોર ઈસમ ચોરી કરી ભાગી છૂટ્યો હતો. જેથી રાજુભાઈ પટેલ તાત્કાલિક કડોદરા જીઆઈડીસી પોલીસમાં ફરિયાદ આવતાં ચોરીનો ગુનો નોંધી આગળની તાપસ હાથ ધરી છે. કોન્ટ્રાક્ટર કાર પાર્ક કરતી વેળાએ લોક કરવાની ભૂલ ભારે પડી હતી. પરિણામે પાકિટ ગુમાવવાનો વારો આવ્યો હતો.