• Gujarati News
  • National
  • બારડોલીમાંથી 88 હજારના દારૂના જથ્થા સાથે 1 ઝડપાયો

બારડોલીમાંથી 88 હજારના દારૂના જથ્થા સાથે 1 ઝડપાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલીનગરની હનુમાન ગલીમાં રહેતો એક ઈસમ વિદેશી દારૂની પાર્સલ સેવા ગ્રાહકોને પહોંચાડતો હોવાની બાતમી આધારે રાત્રિ દરમિયાન છાપો મારતાં ઘરમાંથી ગેરકાયદે 88 હજારનો વિદેશીદારૂ મળી આવ્યો હતો. પોલીસે 1.14 લાખનો મુદ્દામાલ સાથે રંગે હાથે ઝડપી પાડ્યો હતો.

પોલીસના જણાવ્યા મુજબ બારડોલી પોલીસના પોકો ગુલાબભાઈ ગોપાળભાઈને બાતમી મળી હતી કે હનુમાન ગલીમાં રહેતા અશોકકુમાર નગીનદાસ ચાંપાનેરિયા પોતાના ઘરમાં વિદેશી દારૂનો જથ્થો રાખી તેની મોટરસાઈકલ પર ગ્રાહકોને ત્યાં જઈ છૂટક વેચાણ કરે છે. જેથી પોલીસે રાત્રિ સમયે ઘરમાં છાપો મારતાં બીજા માળેના રૂમમાં તપાસ કરતાં અલગ અલગ બ્રાંડની વિદેશીદારૂની નાની મોટી 266 નંગ બોટલ મળી આવી હતી. જેની કિંમત 88400 જેટલી થાય છે. જ્યારે ગ્રાહકોને ત્યાં દારૂ પહોંચાડવામાં વપરાતી હીરો હોન્ડા સીડ મોટરસાઈકલ નં (GUS-3551) કિંમત 15000 તથા મોબાઈલની કિંમત 11500 મળી કુલે 1,14,900નો મુદ્દામાલ સાથે પોલીસે અશોક ચાંપાનેરિયાની ધરપકડ કરી હતી. જ્યારે વિદેશી દારૂનો જથ્થો તલાવડી ખાતે રહેતા કોહલી ઉર્ફે ડેવીડ રાજુ વસાવાએ પહોંચાડ્યો હોવાનું કબૂલાત આધારે વોન્ટેડ જાહેર કર્યો હતો. બારડોલી પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધીર છે.

ગ્રાહકોને દારૂ ઘરે પહોંચાડી પાર્સલ સેવા આપતો હતો

અન્ય સમાચારો પણ છે...