• Gujarati News
  • National
  • કડોદરામાં બિલ્ડરો બેફામ બન્યા ગેરકાયદે બાંધકામનો રાફડો ફાટ્યો

કડોદરામાં બિલ્ડરો બેફામ બન્યા ગેરકાયદે બાંધકામનો રાફડો ફાટ્યો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કડોદરાનગરપાલિકા અસ્તીત્વમાં આવ્યા બાદ એક પણ બિલ્ડરોને બાંધકામની પરમીશન આપ્યા બાદ પણ કડોદાર નગરના બીનઅધિકૃત બાંધકામનો રાફડો ફાટ્યો છે.

કડોદરા પાલિકા અસ્તિત્વમાં આવ્યાને એક વર્ષ ઉપર થવા આવ્યું છે. દરમિયાન નગરપાલિકા દ્વારા કડોદરા નગરમાં એક પણ બાંધકામની મંજૂરી આપવામાં આવી નથી. તેમ છતાં નગરમાં જ્યાં જોય ત્યાં આડેધડ બાંધકામ ચાલુ જોવા મળે છે. બાંધકામના લીધે નગરના રસ્તા તેમજ ઘણી જગ્યાએ કોમન પ્લોટમાં પણ બિલ્ડરોએ બાંધકામ કરવામાં આવી રહ્યું છે. બધુ છેલ્લા ઘણા સમયથી ચાલે છે. તેમ છતાં સુડાના અધિકારીઓ માત્ર નોટિસ આપી પાછલા બારણે મોટી રકમ લઈ જાય છે. કડોદરાના કિષ્ના નગર, શાંતિ નગર, મગનપાર્ક, શ્રી નિવાસ, નુરી મીડિયા પાછળ આવેલ પ્રિયંકા ગ્રીન સીટી જેવા અનેક વિસ્તારોમાં આજે પણ આડેધડ બાંધકામ ગેરકાયદે રેતી ચાલી રહ્યું છે. ઘણી જગ્યાએતો રસ્તા ઉપર દુકાનોનું બાંધકામ થઈ જવા પામ્યું છે. આમ કડોદરામાં સુડાના અધિકરીઓના મેળા પીપળામાં સેંકડો બિલ્ડીંગ ગેરકાયદે રીતે ઊભી થઈ ગઈ છે. બીજી તરફ ઘણા નગરજનોનએ લીધેલ મકાનોના પણ દસ્તાવેજ પણ થવાથી પૈસા પણ બિલ્ડરો પાસે ફસાયા હોવાની બૂમ ઉઠી છે.

સુડાએ નોટિસ આપ્યા બાદ પણ બિલ્ડરો અટક્યા નથી

અન્ય સમાચારો પણ છે...