• Gujarati News
  • National
  • મહુવા તાલુકાના 8થી વધુ કોઝવે ડૂબ્યા

મહુવા તાલુકાના 8થી વધુ કોઝવે ડૂબ્યા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહુવાતાલુકામાં અને ઉપરવાસમા વર્ષેલ ભારે વરસાદને લઈ મહુવા તાલુકાના ગામોને જોડતા આઠ વધુ કોઝવે પાણીમાં ગરક થઈ ગયા હતા. જેને પરિણામે ૧૨ થી વધુ ગામો એકબીજાથી સંપર્ક વિહોણા બની ગયા હતા અને વાહન વ્યવહાર પણ થંભી ગયો હતો. જેના પરિણામે તાલુકાની ગરીબ જનતાએ ભારે હાલાકી ભોગવવી પડી હતી.

મહુવા તાલુકાના ગામોમાંથી પસાર થતી ઓલણ નદિ, પૂર્ણા નદિ, અંબિકા નદિ, ધુમાસી ખાડીમાં ઉપરવાસ અને મહુવા તાલુકામા છેલ્લા બે દિવસથી વર્ષેલ ધોધમાર વરસાદને પગલે જળબંબાકારની સ્થિતી જોવા મળી હતી. નદીમાં આવેલ પુરના પરિણામે નદિ પર આવેલ લો લેવલના કોઝવે પર પાણી ફરી વળ્યાં હતા જેના પરિણામે કોઝવે પાણીમાં ગરક થઈ ગયા હતા. મહુવા તાલુકાના ૧૨થી વધુ ગામોને જોડતા 8 જેટલા કોઝવે પાણીમાં ગરક થઈ જતા વાહન વ્યવહાર થંભી ગયો હતો અને ગામો પણ એકબીજાના સંપર્ક વિહોણા બની ગયા હતા. ઉપરાંત મહુવા તાલુકાના ગામોને જોડતા માર્ગો પર પણ પાણી ભરાઈ જતા વાહનચાલકોએ ભારે હાલાકી વેઠવાની નોબત આવી હતી. કોઝવે પાણીમાં ગરક થતા બાળકો શાળામાં અભ્યાસ માટે જઈ શકયા હતા ઉપરાંત પશુ પાલકો પણ દૂધ ડેરીમા દૂધ ભરવા માટે જઈ શકયા હતા જેના પરિણામે મહુવા તાલુકાની ગરીબ જનતાએ મોટી નુકસાની વેઠવાની નોબત આવી હતી. કોઝવે પરથી પસાર થતા પાણીને પરિણામે કોઈ અનિચ્છનીય ઘટના ઘટે તે માટે બારડોલી ડી.વાય.એસ. પી. જે.આઈ. વસાવા, મહુવા પો.સ.ઈ પી.બી.પટેલિયા દ્વારા દરેક કોઝવે ની મુલાકાત લઈ પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો.

1.નિહાલી-કવીઠા ગામને જોડતો ધુમાસી ખાડી પરનો કોઝવે.

2. સગરામપુરા-માછીસાદડા ગામને જોડતો કોઝવે.

3. ઘાણી બામણામાર ગામને જોડતો ઓલણ નદી પરનો કોઝવે.

4. ભગવાનપુરા-સાંબા ગામને જોડતો ઓલણ નદી પરનો કોઝવે.

5. હળદવા-ડોલવણ માર્ગ પર આવેલ લો લેવલ કોઝવે ગરક.

6. કોષથી ઉપલી કોષ જતો કોષ ખાડી પરનો કોઝવે.

7. કુમકોતર અને જોગવાડ ગામને જોડતું લો લેવલ કોઝવે.

8. કઢૈયા ડુંગરી કોઝવે

પાણીમાં ગરક કોઝવે અને લો લેવલ કોઝવે

મહુવા તાલુકાના ગામોને જોડતા કોઝવે પાણીમાં ગરક થઇ જતા કેટલાયે ગામોને જોડતા માર્ગોપર વાહન વ્યવહાર થંભી ગયો હતો. તંત્ર દ્વારા પણ ડૂબાવ કોઝવે ને લય અને ભારે વરસાદને પગલે કોઈ અનિચ્છનિય ઘટના ઘટે તે માટે સજ્જ થઇ ગયુ હતુ.મહુવા પી.એસ. આઈ પી.બી.પટેલિયા દ્વારા દરેક ડૂબાવ કોઝવે પર પોલીસ સ્ટાફ ગોઠવી દિધો હતો.

કોઝવે પર પોલીસ સ્ટાફ ગોઠવાયો

કોઝવે પાણીમાં ગરક થઈ જતાં 12થી વધુ ગામોના લોકો મુશ્કેલીમાં મુકાયા

અન્ય સમાચારો પણ છે...