• Gujarati News
  • National
  • ભાસ્કર િવશેષ | 5.48 કરોડના માંગણાં સામે ફેબ્રુઆરીના અંત સુધીમાં 4.38 કરોડની વસૂલાત, માર્ચ માસમાં જાહે

ભાસ્કર િવશેષ | 5.48 કરોડના માંગણાં સામે ફેબ્રુઆરીના અંત સુધીમાં 4.38 કરોડની વસૂલાત, માર્ચ માસમાં જાહેર રજાના દિવસે પણ ઓફિસ ખુલ્લી રખાઈ છે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલીનગરપાલિકા દર વર્ષે અન્ય પાલિકા કરતાં વેરા વસૂલાત કરવામાં અગ્રેસર રહે છે. હિસાબી વર્ષના છેલ્લો માસ બાકી છે. ત્યારે 5.48 કરોડના માંગણાં સામે ફેબ્રુઆરીના અંત સુધીમાં 4.38 કરોડની વસૂલાત કરી 80 ટકા રિકવરી મેળવી છે. માર્ચના અંત સુધીમાં 90 ટકાથી વધુ વસૂલાત કરવાની આશા વેરાવિભાગ દ્વારા સેવાઇ રહી છે.

બારડોલી નગરપાલિકા વર્ષ 2016-17નું 5,48,80,157 રૂપિયાના માંગણાં સામે હિસાબી વર્ષની શરૂઆતથી પાલિકાના વેરાવિભાગે વસૂલાત શરૂ હતી. ફેબ્રુઆરીના અંત સુધીમાં અગિયાર માસમાં 4,38,01,113રૂપિયાની વસૂલાત કરી અંદાજિત 80 ટકા રિકવરી મેળવવામાં સફળતા મેળવી છે. અને વર્ષમાં છેલ્લા માસમાં રિકવરી 90 ટકાથી વધવાની આશા સેવાઇ રહી છે. ગત વર્ષ દરમ્યાન પણ ફેબ્રુઆરીના અંત સુધીમાં 80 ટકા વસૂલાત કરી હતી. પાલિકાના મિલકત, દીવાબત્તી, પાણી, ગટર, શિક્ષણ અને સફાઈ વેરામાં સૌથી વધુ ગટર વેરામાં 84 ટકા વસૂલાત થઈ છે. જ્યારે પાણી વેરામાં સૌથી ઓછી 70 ટકા વસૂલાત થઈ છે. જોકે માર્ચના અંત સુધીમાં વેરા વિભાગ દ્વારા કડક હાથે વસૂલાત કરવાનો નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળે છે. અને માર્ચ માસમાં જાહેર રજાના દિવસોમાં પણ પાલિકામાં વેરો વસૂલવા ઓફિસ ચાલુ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

નોટબંધીમાં ડિબેટ યોજનાનો ફાયદો ઉઠાવી રહેલા નગરજનો

બારડોલીનગરપાલિકા હિસાબીવર્ષમાં એપ્રિલથી ઓકટોબર સુધી સાત માસમાં વેરો નગરજનો ભરે તો 10 ટકા ડિબેટની યોજના છેલ્લા ઘણા સમયથી આપવામાં આવે છે. વર્ષ 2016માં નોટબંધી થતાં ઘણા સમયથી બાકી વેરો હોય એવા ધારકો પાલિકામાં ભરી ગયા હતા. ગત વર્ષની સરખામણીમાં 1.33 લાખ વધુ ડિબેટ નગરજનોએ મેળવ્યું છે. ગત વર્ષ 16.69 લાખ ડિબેટ પાલિકાએ આપ્યું હતું. જ્યારે ચાલુ વર્ષે 18.02 લાખ ડિબેટ આપ્યુ છે.

પાલિકાનું વેરાનું માંગણું અને ટકાવારી ફેબ્રુઆરી અંત સુધી

વેરો માંગણું (લાખમાં) વસૂલાત

મિલ્કતવરો335.0 82 ટકા

દીવાબત્તીવેરો 18.85 74.16 ટકા

પાણીવેરો84.88 70.71 ટકા

ગટરવેરો50.61 84.61 ટકા

શિક્ષણવેરો33.77 81.14 ટકા

સફાઈવેરો25.10 74.06 ટકા

કુલ548.00 79.81 ટકા

બારડોલી પાલિકાએ ફેબ્રુઆરી સુધીમાં 80 ટકા વેરો વસૂલ્યો

અન્ય સમાચારો પણ છે...