તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • માંગરોળમાં ટ્રેક્ટર પલટતાં ડ્રાઇવરનું દબાઈ જતાં મોત

માંગરોળમાં ટ્રેક્ટર પલટતાં ડ્રાઇવરનું દબાઈ જતાં મોત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલી | માંગરોળથીનવી પારડી ગામ તરફ જતા માર્ગ પર રવિવારે એક ટ્રેક્ટરના ચાલકે સ્ટેરિંગ પરનો કાબૂ ગૂમાવ્યો હતો. જેના પલટી મારતાં ડ્રાઈવર નીચે દબાઈ ગયો હતો. જેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. ભરૂચના નેત્રંગ તાલુકો ઝરણવાડી ગામે નિશાળ ફળિયામાં રહેતો મોતીભાઈ નંદરિયાભાઈ વસાવા (55) રવિવારના રોજ ટ્રેક્ટર નં (GJ-19B-2949) લઈ સાંજના સમયે માંગરોળથી નવી પારડી ગામના ચાર રસ્તા પર નીકળ્યો હતો. પૂરઝડપે અને ગફલત રીતે હંકારી જતાં ભૂખી ખાડીના કિનાર પરથી પસાર થતાં અચાનક સ્ટેરિંગ પરનો કાબૂ ગમાવ્યો હતો. જેના કારણે રોડની ઢાળ પરથી ટ્રેક્ટર નીચે ઉતરી જતાં પલટી મારી ગયું હતું. ચાલક મોતીયાભાઈ વસાવા ટ્રેક્ટર નીચે દબાઈ જતાં મોત નીપજ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...