વધાવા પ્રાથમિક શાળાનું ગૌરવ
બારડોલી | સુરત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતી સંચાલિત વધાવા પ્રા. શાળાના ધોરણ 2માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની સોહાનીબહેન શૈલેશભાઈ હળપતિએ બારડોલી તાલુકા ગ્રામ્ય કલા મહોત્સવમાં બાળ વાર્તા વિભાગમાં દ્વિતીય સ્થાન મેળવી શાળાનું ગૌરવ વધાર્યું છે. તેમના વર્ગ શિક્ષિકા અનિલાબહેન બી. ચૌધરીએ તેમને માર્ગદર્શન પુરુ પાડ્યું હતું. શાળાના મુખ્ય શિક્ષક શૈલેશભાઈ સી. પટેલે આભાર સહ આનંદની લાગણી વ્યક્ત કરી હતી. સમગ્ર શાલા પરિવારે સોહાનીબહેનને અભિનંદન પાઠવ્યાં છે.