તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • પ્રકાશ ઉર્ફે કાળુની હરીફ ધંધાદારી સાથે અગાઉ પણ માથાકુટ થઈ હતી

પ્રકાશ ઉર્ફે કાળુની હરીફ ધંધાદારી સાથે અગાઉ પણ માથાકુટ થઈ હતી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તાંતીથૈયામાંભલે બિયરની બાબતે પ્રકાશ કલાલની હત્યા થઈ હોય પંરતુ તાંતીથૈયા કડોદરા વિસ્તારમાં ગેરકાયદે રિફલિંગ માટે પ્રકાશનું મોટું નેટવર્ક હતું અને ગેરકાયદે રીતે ચાલતાં ગેસ રિફલિંગના ધંધાને લઈને પણ અગાઉ પ્રકાશની અન્ય વેપારીઓ સાથે માથાકુટ થઈ હતી.

તાંતીથૈયા કડોદરા, પલસાણા, વરેલી જેવા પરપ્રાંતીય ધરાવતા વિસ્તારમાં આજે પણ પોલીસ અને પુરવઠા ખાતાના અધિકારીઓની મીલીભગતને લઈને 150થી પણ વધુ ગેરકાયદે રિફલિંગ કરવાનું કૌંભાડ અહીં ચાલી રહ્યું છે. પ્રકાશ કલાલનું ગેરકાયદે રિફલિંગમાં તેનું મોટું નેટવર્ક હતું અને તે પોલીસને તાંતીથૈયા વિસ્તારમાંથી સારી એવી રકમ કડોદરા જીઆઈડીસી પોલીસ અને પુરવઠા અધિકારીને પહોંચાડતો હતો. જેને લઈ બીજા કોઈ તાંતીથૈયામાં પણ પગ પેસારો કરવા દેતો હતો. તેનું અગાઉ પણ નિલેશ દરબાર તથા અન્ય ગેસરિફલિંગ કરતાં વેપારીઓ સાથે માથકુટ થતી હતી. માટે તાંતીથૈયા, વરેલી, પલસાણા, કડોદરા જેવા વિસ્તારમાં 150થી પણ વધુ ચાલતી આવી ગેરકાયદે રિફલિંગની દુકાનોમાં પોલીસ તથા પુરવઠા અધિકારીઓ એક સાથે રેડ પાડે જરૂરી છે. અગાઉ પણ કડોદરા વિસ્તારમાં દારૂને લઈને ગેંગવોર થઈ હતી અને હત્યા પણ થઈ છે. ત્યારે અંગે પુરવઠા અધિકારી અને પોલીસ યોગ્ય કાયવાહી થાય જરૂરી બન્યું છે.

ગેસ રિફલિંગના ધંધાને લઇ પ્રકાશના દુશ્મનો વધ્યા હતા

તાતીથૈયાના જમીન દલાલની હત્યા બાદ અનેક પાસા ઉજાગર

અન્ય સમાચારો પણ છે...