Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
બારડોલીમાં 11 વર્ષીય બાળક નહેરમાં ડૂબ્યો
બારડોલીઆશીયાના નગરમાં રહેતા અને બારડોલીની મદ્રેસા હાઈસ્કૂલમાં ધોરણ 6માં અભ્યાસ કરતો 11 વર્ષનો બાળક તેના મોટાભાઈ તથા અન્ય ત્રણ બાળકો સાથે કાકરાપાર ડાબા કાંઠાની તેન નહેરમાં ખોડીયાર નગરની પાછળના ભાગે નાહવા પડતાં પાણીમાં ખેંચાઈ જતાં સાથી મિત્રોએ પરિવારને જાણ કરતાં સ્થાનિક તરવૈયા અને બારડોલી ફાયર બ્રિગેડની ટીમે નહેરમાં બાળકની શોધખોળ હાથ ધરી છે.
બારડોલીના આશીયાના નગર ખાતે રહેતા રાશીદ અઝીઝ રાયન (11) નો બારડોલીની મદ્રેસા હાઈસ્કૂલમાં ધરોણ 6માં અભ્યાસ કરતો હતો. સોમવારના રોજ રાસીદ તેનો મોટો ભાઈ આશીત તથા અન્ય ત્રણ બાળકો ચાલુ શાળાએ શાળામાંથી બરોબાર બારડોલી ખોડિયાર નગરની પાછળથી પસાર થતી કાકરાપાર ડાબા કાંઠાની કેનાલમાં બપોરના 2.00 વાગ્યાની આસપાસ નાહવા પડ્યા હતાં. નગરમાં હાલ પાણી છોડવામાં આવ્યું હોય પાણીમાં રાશીદ ડૂબવા લાગતાં સાથે નાહવા પડલા અન્ય બાળકો ત્યાંથી ગભરાઈને ઘરે પહોંચ્યા હતાં. અને પરિવારને સમગ્ર ઘટના અંગે જાણ કરતાં પરિવારના સભ્યો કેનાલ ઉપર પહોંચી ગયા હતાં. અને બારડોલી ફાયર બ્રિગેડની ટીમને ઘટના અંગે જાણ કરવામાં આવતાં બારડોલી ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. સ્થાનિક તરવૈયા અને ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચી બાળકની શોધખોળ હાથ ધરી છે. પરંતુ હજુ કોઈ માહિતી મળી નથી. ઘનટાની જાણ થતાં બારડોલી પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. જોકે, મોડી સાંજ સુધી રાશીદની કોઈ ભાળ મળી નથી. પોલીસે અંગે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.
નહેરમાં બાળકની શોધખોળ કરી રહેલા ફાયર ફાઇટરો તથા તરવૈયાઓ
તરવૈયા, ફાયર બ્રિગેડે શોધખોળ આદરી
^બાળક નહેરમાં ડૂબી જવાની ઘટના અંગે જાણ થતાં પોલીસ સ્ટાફ સાથે સ્થળ પર પહોંચ્યા હતાં. સ્થાનિક તરવૈયા અને બારડોલી ફાયર બ્રિગેડની ટીમની મદદથી બાળકની શોધખોળ આદરી છે. > કે.કે. સુરતી, એએસઆઈબારડોલી પોલીસ સ્ટેશન
રાશીદ અને એનો ભાઈ શાળામાંથી સીધા નહેર પર નાહવા આવ્યા હતાં કે નહીં તે અંગે ચોક્કસ માહિતી પ્રાપ્ત થઈ નથી. પરંતુ ઘટના સ્થળે ભેગા થયેલા ટોળાએ બાળકો સીધા શાળામાંથી આવ્યા હોવાનું જણાવ્યું હતું. જે અંગે પોલીસ પૂછતાછ કરી રહી છે.
મોડી સાંજ સુધી બાળકની શોધખોળ કરવા છતાં કોઇ ભાળ મળી
શોધખોળ માટે જેસીબી દ્વારા કચરો હટાવાયો
બાળકનેનહેરમાં શોધવા માટે ફાયરબ્રિગેડ અને સ્થાનિક તરવૈયાઓએ નહેરમાં કતાર બંધ રીતે દોરડાની મદદથી ચાલતાં ચાલતાં રોડ સુધી આવ્યા હતાં. પરંતુ બાળકની માહિતી મળી હતી. ત્યારબાદ કેનાલમાં રોડની બાજુમાં ભેગા થયેલા કચરો જેસીબી મશીન દ્વારા હટાવવામાં આવ્યો હતો.
મદ્રેસા શાળામાં ધોરણ 6માં ભણતો વિદ્યાર્થી ભાઈ અને મિત્રો સાથે નાહવા પડ્યો હતો
પાંચેય બાળકો શાળામાંથી સીધા નહેરમાં નાહવા માટે આવ્યા હોવાની ચર્ચા