તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • બારડોલીમાં કારમાંથી ~60 હજાર ભરેલા પાકીટની ચોરી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બારડોલીમાં કારમાંથી ~60 હજાર ભરેલા પાકીટની ચોરી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બારડોલીનગરના રેલવે સ્ટેશન ચાર રસ્તા પર આવેલ પાણીની ટાંકી નજીક કાર પાર્ક કરી યુવાન ડીકીમાંથી સામાન કાઢતો હતો. સમય દરમિયાન એક અજાણ્યો તસ્કર નજર ચૂકવી 50થી 60 હજાર રૂપિયા રોકડા હિસાબની નાની મોટી ડાયરી સાથેનું પાકીટ ચોરી કરી ભાગી ગયો હતો.

પ્રાપ્ત માહિતી મુજબ બારડોલીના બાબેન ખાતે અવધ લેકસિટીમાં રહેતો અમીત બાલુભાઈ પ્રજાપતિ ફૂલનો ધંધો કરે છે. સુરતથી વહેલી કારમાં ફૂલનો જથ્થો ભરી લાવી બારડોલી નગરમાં છુટક માળીનો ધંધો કરતા ને પહોંચાડે છે. સોમવારના રોજ પણ ફૂલ ભરીને બારડોલી પોલીસમાં રેલવે સ્ટેશન ચાર રસ્તા ખાતે આવ્યો હતો. પાણીની ટાંકી નજીક કાર નં (GJ-AA-0967) પાર્ક કરી પાછળ ડીકીમાંથી ફૂલ કાઢી દુકાનદારને આપતો હતો. ત્યારે ડ્રાઈવર સીટની બાજુમાં મુકેલ પાકીટ જેમાં ઉઘરાણી અને ધંધાના 50થી 60 હજાર રોકડા અને છુટક દુકાનદારને ફૂલો રોજના આપે એની નોંધની નાની મોટી 7 નંગ ડાયરી સાથેનું પાકીટ કોઈ અજાણ્યો તસ્કરો નજર ચૂકવી કારમાંથી ચોરી કરી ગયો હતો. સામાન ઉતારી આગળ આવતાં કારમાંથી પાકીટ ગાયબ હતું. શોધખોલ કરવા છતાં ભાવ મળી હતી. તાત્કાલિક બાદમાં પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ લેખિતમાં બારડોલી પોલીસમાં ફરિયાદ પણ આપી હતી. જોકે, ગુનો નોંધાયો હતો.

હિસાબ લખેલી મહત્વની 7 ડાયરી પણ લઇ ગયો

કારમાંથીપાકીટની ચોરી અંગે રોકડા રૂપિયા કરતાં પાકીટમાં મુકેલ હિસાબની સાત ડાયરી ખુબ મહત્વની હોવાનું જણાવ્યું હતું. જેમાં છુટક વેચાણ આપતાં દુકાનદારોનો હિસાબ હોવાથી યુવાન મુજવણમાં મુકાયો હતો.

રેલવે સ્ટેશન ચાર રસ્તા પર કારમાંથી રોકડ રકમ સાથેનું પાકીટની ચોરી થઈ જતાં શોધખોળ હાથ ધરી હતી. ત્યારે નજીકમાં એક દુકાનદારે કારમાંથી પાકીટની ચોરી કરતાં જોયો હોવાનું જણાવ્યું હતું. દુકાનદારને કારમાં સાથે આવેલો હોવાનું માન્યું હતું. કારનો દરવાજો ખોલી પાકીટ કાઢનાર ઈસમે પીળા કલરનું શોર્ટ પહેરેલ હતું. અને પાકીટ કાઢી બસ સ્ટેન્ડ તરફ નીકળી ગયો હોવાનું જણાવ્યું હતું.

ચોરીની આખી ઘટના એક દુકાનદારે જોઇ

ફૂલના વેપારીની નજર ચુકવી ગઠીયાએ પાકિટ તફડાવ્યું

રેલવે સ્ટેશન પાસે બાબેનના વેપારીને ગઠિયો ભટકાયો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો