Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ધામડોદ ફાટક પાસે ટ્રેન અડફેટે યુવકનું મોત
બારડોલીનગરના માતા ફળિયામાં રહેતો યુવાન સોમવારના રોજ બપોરના સમયે ધામડોદ ગામની સીમમાં સાંકરી ધામદોડ રેલવે ફાટક નજીક કોઈ આવતી જતી ટ્રેન અડફેટે અથડાતાં માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી. જેના કારણે ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. બારડોલી નગરના માતા ફળિયામાં રહેતા રાજુ ઉર્ફે પલટી નગીનભાઈ રાઠોડ (23) દોઢ માસ પહેલા મોટરસાઈકલ પર પસાર થતી વેળાએ મોટરસાઈકલ સ્લીપ થઈ હતી. ત્યારે માથાના ભાગે ઈજા થતાં યુવાનું અસ્થિર મગજ થઈ ગયું હતું. સોમવારે બપોરના સમયે ઘરમાં કોઈને પણ કહ્યા વગર પોતાની મોટરસાઈકલ નંબર (GJ-18AB-4798) લઈ નીકળી ગયો હતો. અને ધામડોદ ગામની સીમમાં સાંકરી- ધામડોદ રેલવે ફાટક નજીક યુવાનની કોઈ આવતી જતી ટ્રેનની માથામાં ટક્કર વાગતાં ગંભીર ઈજ થવાથી ઘટના સ્થળે કરૂણ મોત નીપજ્યું હતું. હકીકત અંગે માતા ફળિયાના અતુલભાઈ છનાભાઈ રાઠોડે બારડોલી પોલીસમાં ફરિયાદ આપતાં અમોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
માતા ફળિયાનાં યુવકને માથામાં ઈજા થતાં મગજ અસ્થિર થઈ ગયુ હતું