• Gujarati News
  • વરેલીમાં બેફામ કારચાલકે બાઇકને અડફેટે લેતા ૧નું મોત

વરેલીમાં બેફામ કારચાલકે બાઇકને અડફેટે લેતા ૧નું મોત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પલસાણા તાલુકાના વરેલી ખાતે આવેલ એક મિલમાં મેન્ટેનન્સનું કામ કરતાં બે કામદારો મિલના ઈજનેરનું મોટરસાઈકલ લઈ કડોદરા ચાર રસ્તા ખાતે હોટલમાં નાસ્તો લેવા જઈ રાાં હતાં, ત્યારે વરેલી પાટીયા નજીક પાછળથી પૂર ઝડપે આવતી એક કારના ચાલકે કામદારનું મોટરસાઈકલને અડફેટમાં લેતા સર્જાયેલા ગોઝારા અકસ્માતમાં એક કામદારનું ઘટના સ્થળે મોત નીપજયું હતું. જયારે અન્ય એક કામદારને ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. આ બનાવને પગલે લોકોમાં ભારે ચકચાર મચી ગઈ હતી.
મલતી વિગત અનુસાર પલસાણા તાલુકાના વરેલી ખાતે આવેલ સોના ઈન્ડસ્ટ્રીઝમાં ઈજનેર તરીકે કામ કરતાં અને સુરતના ઉના પાટીયા ખાતે રહેતા સરીદખાન સીરાઝખાન નાઓ સોમવારની રાત્રિ દરમિયાન મિલમાં હાજર હતાં ત્યારે રાત્રિના ૧૨.૪૫ કલાકે તેમની સાથે કામ કરતાં અમીત પારસનાથ વર્મા (ઉ.વ.૨૭) અને જગદીશ શ્રીરામ ગુલામ (ઉ.વ.૪૦) (રહે. ઉના પાટીયા સુરત) આવ્યા હતાં અને ઈજનેર પાસે કડોદરા ચાર રસ્તા ખાતે આવેલ ચામુંડા હોટલ ઉપર ચા નાસ્તો લેવા માટે તેની મોટરસાઈકલની માગણી કરી હતી.
ઈજનેર રસીદખાને ના કહેવા છતાં આગ્રહ કરીને અમીત અને જગદીશ ઈજનેરની મોટરસાઈકલ (જીજે-૫એચએલ-૮૧૧૨) લઈને કડોદરા ચાર રસ્તા જવા નીકળ્યા હતાં. ત્યારે વરેલી પાટીયા નજીક પાછળથી પૂર ઝડપે આવતી એક કાર (જીજે-૫ સીએચ -૮૭૨૯)ના ચાલકે મોટરસાઈલને અડફેટમાં લેતા ગોઝારો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં જગદીશ ગુલામને માથાના તેમજ શરીરના અન્ય ભાગે ગંભીર ઈજા થતાં તેનું સ્થળ ઉપર મોત નીપજયું હતું. આ અકસ્માતમાં અમીત વર્માને ગંભીર હાલતમાં સારવાર માટે કડોદરાની એક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ અકસ્માત બાદ કાર ચાલક ઘટના સ્થળથી કાર લઈને ફરાર થઈ ગયો હતો. ત્યારબાદ રસીદ ખાનને અકસ્માત અંગે જાણ થતાં તેઓ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતાં. આ બનાવ અંગે કડોદરા પોલીસ સ્ટેશનમાં કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો. કડોદરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
અકસ્માત કરનારા કારચાલકનો પીછો કરાયો પણ...
અકસ્માત બાદ કાર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. પરંતુ તેની ગાડીનો કેટલાક રિ ાા ચાલકો અને અન્ય વાહનચાલકોએ કડોદરા ચાર રસ્તા સુધી પીછો કર્યોહતો. જોકે, કાર ચાલક બેફામ રીતે કાર હંકારીને ભાગી છૂટવામાં સફળ થયો હતો. પરંતુ ત્યાં સુધીમાં રિ ાા ચાલકો અને અન્ય રાહદારીએ કારનો નંબર નોંધી લીધો હતો અને તે નંબર મળતા જ પ