• Gujarati News
  • ઈસરોલીમાં મામાને ત્યાં લગ્નમાં ગયેલા યુવાનનું અગ્િનસ્નાન

ઈસરોલીમાં મામાને ત્યાં લગ્નમાં ગયેલા યુવાનનું અગ્િનસ્નાન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલી તાલુકાના નસૂરા ગામ ખાતે રહેતો ૨૫ વર્ષીય યુવાન બારડોલીના ઈસરોલી ગામ ખાતે મામાને ત્યાં લગ્ન પ્રસંગમાં હાજરી આપવા આવ્યો હતો ત્યારે ગત ૨૫મીના રોજ તેમણે કોઈ અગમ્ય કારણસર શરીર પર કેરોસીન છાંટી અગ્િનસ્નાન કરી લીધુ હતું. જેનું ગુરુવારના રોજ બારડોલી સરદાર સ્મારક હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન મોત થયું હતું. આ બનાવને પગલે બારડોલી તાલુકામાં ભારે ચકચાર મચી ગઈ છે.
આ અંગે મળતી માહિતી અનુસાર બારડોલી તાલુકાના નસુરા ગામ ખાતે રહેતા ભાવેશભાઈ સુમનભાઈ માાવંશી (ઉ.વ.૨૫) ગત ૨૪મી મેના રોજ ઈસરોલી ખાતે પોતાના મામાને ત્યાં લગ્ન પ્રસંગમાં પરિવારજનો સાથે આવ્યો હતો. રાત્રે લગ્ન પ્રસંગે નાચગાનનો કાર્યક્રમ ચાલતો હોય મોડી રાત્રિ સુધી બધા આ કાર્યક્રમમાં વ્યસ્ત હતાં અને તમામ લોકો કાર્યક્રમ પૂર્ણ કરી સૂઈ ગયા હતાં, ત્યારે મળસકે ૫.૦૦ વાગ્યાના સુમારે ભાવેશભાઈ માાવંશીએ પોતાના શરીર ઉપર કેરોસીન છાંટી આગ ચાંપી દેતા તે ગંભીર રીતે દાઝી ગયો હતો.
ગ્રામજનો દ્વારા તેને સારવાર માટે બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે, શરીરે ગંભીર રીતે દાઝી ગયો હોય ભાવેશનું ગુરુવારના રોજ સવારે ૧૦.૦૦ વાગ્યાના અરસામાં સારવાર દરમિયાન મોત થયું હતું. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ભાવેશ અસ્થિર મગજનો હોય તેમણે પોતે જ આ પગલું ભર્યુ હતું.
જોકે, કેટલાક સૂત્રોના જણાવ્યા અનુસાર આ પ્રકરણમાં અન્ય કોઈ કારણ પણ હોવાની શકયતા નકારી શકાય તેમ નથી. પોલીસે પ્રાથમિક તબક્કે અકસ્માત મોતનો ગુનો નોંઘ્યો છે. હવેભાવેશે કયા કારણસર આ પગલું ભર્યુ હોય તે હકીકત બહાર આવે કે કેમ તે જોવું રાું ?