તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • બારડોલી | નિઝરતાલુકા મથકે આવેલી શ્રી સાંઈ વિદ્યા મંદિર સ્કૂલમાં

બારડોલી | નિઝરતાલુકા મથકે આવેલી શ્રી સાંઈ વિદ્યા મંદિર સ્કૂલમાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલી | નિઝરતાલુકા મથકે આવેલી શ્રી સાંઈ વિદ્યા મંદિર સ્કૂલમાં શનિવારના રોજ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ધોરણ-1 માં પ્રવેશ મેળવનાર બાળકોનો પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. શાળામાં પ્રવેશ લેનારા બાળકોને શાળા તરફથી પેન્સિલ, રબર,ચોકલેટો આપવામાં આવી હતી. પ્રસંગે મૂખ્ય મહેમાન તરીકે ઉમરપાડા તાલુકાનાં રેવન્યુ તલાટી વંકરભાઇ વસાવા ઉપસ્થિત રહ્યા હતાં. પ્રવેશોત્સવ કાર્યક્રમમાં પ્રવેશોત્સવ ગીતો તેમજ વિવિધ અભિનય ગીતો દ્વારા બાળકોને ખુશ કરવામાં આવ્યા હતા. શાળાનાં આચાર્ય મનોજભાઇ કોળીએ બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે આર્શિવાદ આપ્યા હતાં.

સાંઈ વિદ્યા મંદિરમાં શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરાઇ

અન્ય સમાચારો પણ છે...