તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • કડોદરામાં તરૂણીનો ઝેરી દવા પી આપઘાત

કડોદરામાં તરૂણીનો ઝેરી દવા પી આપઘાત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પલસાણાતાલુકાના કડોદરા ખાતે એક 15 વર્ષીય સગીરાએ કોઈ અગમ્યકારણસર મચ્છર મારવાની ઝેરી દવા પી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ હતી. અંગે કડોદરા પોલીસ સૂત્રો પાસે પ્રાપ્ત થતી માહિતી અનુસાર મૂળ ઉત્તર પ્રદેશના બલિયા જિલ્લાના બાસડી તાલુકાના મમીયર ગામના વતની નંદની શિવજી પાઠક (15)નાઓએ ગત 12મી જૂનના રોજ સવારે 6.00થી 6.30 દરમિયાન કોઈ અગમ્ય કારણસર ઘરમાં મચ્છર મારવાની ઝેરી દવા પી લેતા તેના પિતા અને નાનોભાઈ સારવાર અર્થે કડોદરાની ખાનગી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતાં. જ્યાં તપાસ દરમિયાન તબીબે નંદનીને મૃત જાહેર કરતાં કડોદરા પોલીસે અંગે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...