તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ભાસ્કર િવશેષ | સુરત જિલ્લા ભાજપ દ્વારા સરદારના પટેલના જીવન પ્રસંગોની નાટ્યાત્મક અને સંગીતમય રીત

ભાસ્કર િવશેષ | સુરત જિલ્લા ભાજપ દ્વારા સરદારના પટેલના જીવન પ્રસંગોની નાટ્યાત્મક અને સંગીતમય રીતે રજૂઆત કરવામાં આવી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાષ્ટ્રનીઆઝાદીની લડતમાં બારડોલીનો સત્યાગ્રહથી સરદાર પટેલે બ્રીટીસ પર્લામેન્ટને હચમાચવી મુકી હતી. અને સમગ્ર દેશ દ્વારા 12મી જૂન 1928ના દિવસે બારડોલી દિનની ઉજવણી કરી હતી. જેથી સુરત જિલ્લા ભાજપ દ્વારા ઈતિહાસના સુવર્ણદિનને યાદ કરતાં બારડોલીની સ્વરાજ આશ્રમ ખાતે સરદાર સાહેબ અને સત્યાગ્રહીઓ માટે આદરાંજલી આપી બારડોલી દિનની ઉજવણી કરવામાં આવી હતી. સરદાર પટેલના જીવન વિષય પર સંગીતમય ફાનાટીકા ગ્રુપ દ્વારા વાચિકમથી સ્મણોને યાદ કરવામાં આવ્યા હતાં. બારડોલીના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારે જણાવ્યું કે બારડોલીના ઈતિહાસનો અભ્યાસ કરતાં બારડોલી દિનની ઉજવણી ધ્યાનમાં આવતાં 89 વર્ષે ફરી એક વખત 12મી જૂને બારડોલી દિનની ઉજવણી કરવાનો નિર્ણય લઈને આયોજન કર્યુ હતું. અને સમગ્ર દેશ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં એક મેસેજ પહોંચાડવા જેથી નવી પેઢી સરદાર સાહેબના જીવન અંગે પ્રેરણા લઈ શકે. સહકારી અગ્રણી અને સ્વરાજ આશ્રમના પ્રમુખ ભીખુભાઈ પટેલે પ્રસંગે 89 વર્ષે જે પહેલ અમારે કરવાની હતી. અમે કરી શક્યા નથી. બારડોલીના ધારાસભ્યએ પહેલ કરી માટે અભિનંદન પાઠવ્યા હતાં. જ્યારે સ્વરાજ આશ્રમને કેબિનેટ મંત્રી ગણપતભાઈ વસાવાએ ટુરિઝમમાં મુકવાની દરખાસ્ત મુકી છે. જેનું સરવે પણ ચાલી રહ્યું છે. જે મંજૂર થતાં 10 કરોડની ગ્રાન્ટ મળવા અંગે જણાવ્યું હતું. સુરત શહેર ભાજપ પ્રમુખ પૂર્ણેશ મોદીએ જણાવ્યું હતું કે સરદાર પટેલ સાહેબની આગેવાનીમાં સત્યાગ્રહની લડત ઉપાડી હતી. જેમાં સ્થાનોક સાથે કમિટી બનાવી એક થઈ અને લડત ઉપાડી હતી. અને વિજય થયો હતો. બારડોલી એટલે સરદાર અને સરદાર એટલે બારડોલી બે પર્યાય છે. રાષ્ટ્રીય નેતા તરીકે અનુસંધાનપાના નં. 2

1928માં સત્યાગ્રહીઓએ 24 કલાક ઉપવાસ કર્યા હતા

બારડોલીનાસત્યાગ્રહને સમર્થન આપવા સમગ્ર દેશે 12મી જૂન 1928ને બારડોલી દિન તરીકે ઉજવાયો હતો. દિવસે સત્યાગ્રહીઓએ 24 કલાક કલાક ઉપવાસ અને પ્રાર્થના કરી હતી. બારડોલી દિને હિન્દુસ્તાનમાં ગામડે ગામડે સભા રેલીઓ યોજાઈ હતી.

89 વર્ષ બાદ બારડોલી દિનની ભવ્ય ઉજવણી કરાઈ

અન્ય સમાચારો પણ છે...