તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ઊભેલી ટ્રકને ટક્કર મારતાં બે લારી અને વાનને નુકસાન

ઊભેલી ટ્રકને ટક્કર મારતાં બે લારી અને વાનને નુકસાન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલીસરભોણ ચોકડી નજીક એક ટ્રક ચાલક પૂરઝડપે હંકારી આવી રસ્તાની સાઇડમાં ઊભેલી બીજી ટ્રકને ટક્કર મારતા ઊભેલી ટ્રક રોડ નીચે ઊતરી બે દુકાન અને વાન સાથે અથડાયા બાદ ઝાડ સાથે અથડાતાં રોકાઇ હતી. જોકે અકસ્માતથી વાન અને દુકાનને નુકસાન પહોંચ્યું હતું. કોઇ જાનહાનિ થઇ હતી. જે અંગે બારડોલી પોલીસ મથકે ફરિયાદ આપવામાં આવી હતી.

ધુલિયાથી સુરત તરફ જઇ રહેલ એક ટ્રક નંબર ટી.એન.-77-એફ-7499 નો ચાલક કુમાર.એસ.સૈલામૂત (રહે. તમામ પટ્ટી ગામ, 85, ગાંધીનગર, મોરગુન, કોળી મંદિરની સામે, તમિલનાડુ)એ ટ્રક પૂરઝડપે અને ગફલત રીતે હંકારી આવતાં બારડોલી મીંઢોળા પુલ નજીક આવેલ સરભોણ ચોકડી પાસે સાંજના 5.30 વાગ્યાના અરસામાં ત્યાં રસ્તાની સાઇડમાં ઉભેલી એક ટ્રક નંબર જી જે-21-વી-1927ને પાછળના ભાગે ટક્કર મારતાં ટ્રક ત્યાં રસ્તાની બાજુમાં ઊતરી જઇ ત્યાં આવેલ એક ચાની લારી તેમજ કેરીના જ્યુસની દુકાન સાથે અથડાયા બાદ પાર્ક કરેલ એક વાન નંબર જી જે-5-એજી-2312 સાથે અથડાઇ હતી અને આગળ એક ઝાડ સાથે અથડાઇ અટકી હતી. બે દુકાન એક વાન અને ટ્રકને નુકસાન પહોંચાડ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...