તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ભાસ્કર િવશેષ | બારડોલી સત્યાગ્રહના સમર્થનમાં 1928માં સમગ્ર દેશમાં બારડોલી દિવસ ઉજવાયો હતો

ભાસ્કર િવશેષ | બારડોલી સત્યાગ્રહના સમર્થનમાં 1928માં સમગ્ર દેશમાં બારડોલી દિવસ ઉજવાયો હતો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલીસત્યાગ્રહના સમર્થનમાં 12જૂન 1928ના રોજ સમગ્ર દેશમાં બારડોલી દિનની ઉજવણી કરવામાં આવી હતી. 89 વર્ષ બાદ સોમવારના રોજ બારડોલી પ્રદેશની જનતા સૌપ્રથમ વખત બારડોલી દિનની ઉજવણી કરવામાં આવશે. પ્રસંગે સરદાર પટેલ સ્થાપિત સ્વરાજ આશ્રમમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

વલ્લભભાઈ પટેલને સરદારનું બિરુદ આપનાર બારડોલી સત્યાગ્રહના શૌર્યને સ્મરણાંજલિના ભાગરૂપે પંડિત દીનદયાળ ઉપાધ્યાય જન્મ શતાબ્દી વર્ષ નિમિત્તે સુરત જિલ્લા ભાજપ દ્વારા બારડોલી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. સવારે 9.00 કલાકે સ્વરાજ આશ્રમ ખાતે રાજ્યના વનમંત્રી ગણપત વસાવા અને કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડિયાની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાશે.

ઐતિહાસિક દિનની ઉજવણી નિમિત્તે બારડોલીને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે. સમગ્ર નગર રોશનીથી ઝળહળી ઊઠ્યું છે. કાર્યક્રમમાં ‘બારડોલીના સરદાર’ વિષય પર નાટ્યાત્મક સંગીતમય વાંચન પ્રસ્તુતિ ‘વાચિકમ’ પ્રસ્તુત કરવામાં આવશે.

બારડોલી નગરના સ્વરાજ આશ્રમને લાઇટીંગથી શણગારવામાં આવ્યું છે.

આજે બારડોલી દિવસની ભવ્ય ઉજવણી

અન્ય સમાચારો પણ છે...