તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • તાજપોરની ફેકલ્ટી ઓફ એન્જિનિયરિંગમાં વર્કશોપ યોજાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તાજપોરની ફેકલ્ટી ઓફ એન્જિનિયરિંગમાં વર્કશોપ યોજાયો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બારડોલીનીતાજપોર સ્થિત ફેકલ્ટી ઓફ એન્જિનિયરિંગ ટેકનોલોજી એન્ડ રિસર્ચ દ્વારા ચોથા વર્ષના મિકેનિકલ, ઈલેક્ટ્રીકલ તથા કેમિકલ વિભાગના વિદ્યાર્થીઓ માટે IDP (ઈન્ડસ્ટ્રીયલ ડિફાઈન પ્રોજેક્ટ) મીટ- અપ, ઈન્ડસ્ટ્રીઝ એકેડેમીયા વિષય ઉપર એક દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો મુખ્ય ઉદ્દેશ એન્જિનિયરિંગના વિદ્યાર્થીને અંતિમ વર્ષમાં અપાતા પ્રોજેક્ટનેઉદ્યોગલક્ષી અને ખાસ કરીને વિસ્તારને ધ્યાનમાં રાખીને ખેડૂતોને ઉપયોગી થાય એવા પ્રોજેક્ટ કઈ રીતે બનાવી શકાય.

વર્કશોપમાં મુંબઈની ખ્યાતનામ કોલેજ આઈઆઈટીના પ્રોફેસર અને તજજ્ઞ ડો. અમીત અરોરા હાજર રહ્યાં હતાં. કોલેજમાં ઉપલબ્ધ સેવાઓ તથા કોલેજની વિવિધ ઉપલબ્ધીઓ જણાવી હતી. પ્રોગ્રામના હેતુલક્ષી માર્ગદર્શનમાં વવિધ ઈન્ડસ્ટ્રીઝના તજજ્ઞો દ્વારા સોસાયટી લક્ષી તથા ખેડૂતલક્ષી પ્રોજેક્ટ કરવા વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતાં. ડો. અમીત અરોરા દ્વારા રેન્યુએબલ એનર્જીલક્ષી, બાયો માસ બાયો ફ્યુલ તથા એગ્રીકલ્ચર પોડક્ટ લક્ષી પ્રશ્નો વિદ્યાર્થોને જણાવી તેના પર કામ કરવા પ્રેરણા આપી હતી. હેતલભાઈ મહેતા તથા ડો. પંકજ ગાંધી દ્વારા પેટર્ન પેટર્નરજિસ્ટ્રેશન તથા તેના નિયમો સમજાવવામાં આવ્યા હતાં. અન્ય તજજ્ઞોએ વિદ્યાર્થીઓને તેમની શાખાલક્ષી પ્રોજેક્ટનું ત્રાન આપવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો