• Gujarati News
  • National
  • મતદાર યાદી ઝુંબેશમાં 1,31,306 ફોર્મ ભરાયાં

મતદાર યાદી ઝુંબેશમાં 1,31,306 ફોર્મ ભરાયાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરતજિલ્લામાં મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત જુલાઈ-૨૦૧૭ની તા. ૯, ૧૬ અને ૨૩મીના રવિવારના દિવસોએ ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં સમગ્ર જિલ્લામાં કુલ ૧,૩૧,૩૦૬ ફોર્મ ભરાયા હતા. જેમાં ૧૮ થી ૨૧ વર્ષની વય જૂથ ધરાવતા ૨૬,૪૮૨ યુવાનોએ પોતાના નામ મતદાર યાદીમાં નોંધણી કરવા ફોર્મ નં..૬ ભર્યા હતા. ઉપરાંત ૨૧ વર્ષથી ઉપરના ૪૫,૧૭૪ નાગરિકોએ પણ ફોર્મ નં.૬ ભરી નામ નોંધણી કરાવી છે. વધુમાં મતદાર યાદીમાં નામ સામે વાંધો લેવાનો હોય અથવા નામ રદ કરવા માટે ૧૭,૮૬૫ મતદારોએ ફોર્મ નં. ૭, પોતાનું નામ તથા અન્ય વિગતો સુધારવા માટે ૩૩,૭૫૦ મતદારોએ ફોર્મ નં. અને એક વિધાનસભા મત વિભાગના એક ભાગમાંથી બીજા ભાગમાં નામ તબદીલ કરવા માટે કુલ ૮૦૩૫ મતદારોએ ફોર્મ નં.૮(ક)માં અરજી કરી છે.

તા.૧/૧/૨૦૧૭ના રોજ ૧૮ વર્ષ પૂર્ણ કર્યા હોય તેમણે દેશના એક જાગૃત નાગરિક તરીકે તા.૩૧/૭/૧૭ સુધીમાં તેમના નામ મતદાર યાદીમાં નોંધાવવા જોઈએ. માટે કલેકટર કચેરી, મતદાર નોંધણી અધિકારી, પ્રાંત અધિકારીની કચેરી, મામલતદાર કચેરી ખાતે કામકાજના દિવસોએ નામ નોંધણી, રદ, ફેરફાર કરી શકાય છે. જો કોઈ વ્યકિત પાસે મતદાર ફોટો ઓળખકાર્ડ હશે પણ મતદાર યાદીમાં નામ નહીં હોય તો તેઓ મતદાનથી વંચિત રહી શકે છે.

સુરત જિલ્લામાં 18-21 વર્ષના 26,482 યુવાનોએ નોંધણી માટે ફોર્મ-6 ભર્યુ

અન્ય સમાચારો પણ છે...