• Gujarati News
  • વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટના સંચાલનમાં ાતિ દેખાતા એજન્સીને ૧૦ ટકા પેનલ્ટી

વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટના સંચાલનમાં ાતિ દેખાતા એજન્સીને ૧૦ ટકા પેનલ્ટી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલી નગરમાં કરોડો રૂપિયા ખર્ચે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને સ્વીમિંગપુલની સુવિધા નગરજનોને મળી હતી. આ સુવિધા નગરજનોને સારી રીતે પુરી પાડવા વાર્ષિક કોન્ટ્રાકટ કરી એજન્સીને સોંપાયું હતું, પરંતુ એજન્સી વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં નિભાવ કામમાં ાતિ અને ઓપરેટિંગ સ્ટાફ પણ ઓછો જણાયો હતો. સ્વીમિંગ પુલમાં પણ સ્ટાફ ઓછો હોવાનું તપાસમાં બહાર આવતાં એજન્સીને નોટિસ આપી હતી. તાજેતરમાં ચીફ ઓફિસરે વાર્ષિક કોન્ટ્રાકટની શરત મુજબ એજન્સી પાસે દશ ટકા પેનલ્ટી વસૂલી લેતા અન્ય કોન્ટ્રાકટરો પણ ફફડી ઉઠયા છે.
બારડોલી નગરમાં નગરજનોની પાણીની સુવિધા માટે કરોડો રૂપિયાના ખર્ચે ફિલ્ટરેશન પ્લાન્ટ બનાવવામાં આવ્યો હતો. જયારે ઘણા સમય પછી નગરમાં સ્વીમિંગપુલ જેવી સુવિધા નગરજનોને આપવામાં પાલિકાને સફળતા મળી હતી. બંને સુવિધા નગરજનો માટે ખુબ જ મહત્વની સાબિત થઈ હતી. આ સુવિધા આગળ પણ સફળતા પૂર્વક મળી રહે તે માટે નગરપાલિકાએ માસ્તર ઈલેકટ્રોનિકસ એન્ડ ઈલેકટ્રીક સાથે કર્યોહતો. જેમાં મરામત તેમજ નિભાવ ખર્ચની શરતો આધીન સોંપવામાં આવી હતી.
ચાલુ માસમાં પાલિકાના અધિકારીઓ દ્વારા તપાસ કરતાં વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં નિભાવના કામમાં ાતિ જણાઈ હતી. જયારે ઓપરેટિંગ સ્ટાફ પણ ઓછો હતો. સ્વીમિંગ પુલમાં પણ સ્ટાફ ઓછો હતો. જે અંગે પાલિકાના ચીફ ઓફિસરને રિપોટર્ કરાયો હતો. આ આધારે એજન્સીને પ્રથમ નોટિસ આપવામાં આવી હતી. ત્યારબાદ વાર્ષિક કોન્ટ્રાકટ દરમિયાન નક્કી શરતો આધારે માસિક ખર્ચ મુજબ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનો અંદાજિત ૧.૯૦ લાખ તેમજ સ્વમિંગપુલનો ૧.૩૮ લાખ થાય છે.
આ ખર્ચના દશ ટકા પ્રમાણે પેનલ્ટી કાપવાની ચીફ ઓફિસરે સૂચના આપતાં એજન્સીના અંદાજિત ૩૦ હજાર રૂપિયા પેનલ્ટી રૂપે કાપી લેવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. પેનલ્ટી વસૂલવાનું સીઓ દ્વારા કડક પગલું ભરાતા જ અન્ય પાલિકાના કોન્ટ્રાકટરો પણ ફફડી ઉઠયા છે.
સુધારો નહીં થાય તો વધુ કડક પગલાં લેવાશે
એજન્સીને વાર્ષિક કોન્ટ્રાકટ આપવામાં આવ્યો હોવા છતાં ઓછો સ્ટાફ અને સંચાલનમાં ખામી જણાતા દશ ટકા પેનલ્ટી કાપવામાં આવી છે. તેમાં પણ સુધારો કરવામાં ન આવે તો આગળ પગલાં લઈ શકાય. દશરથસિંહ ગોહિલ, ચીફ ઓફિસર, બારડોલી પાલિકા