તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • સાઇડ આપતાં બાઇકસવારો પર કારસવાર ઇસમે બંદૂક તાણી

સાઇડ આપતાં બાઇકસવારો પર કારસવાર ઇસમે બંદૂક તાણી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પલસાણાતાલુકાના બગુમરા ગામના ત્રણ યુવાનો મોટર સાઈકલ ઉપર હલધરુ પાટિયા નજીક આવેલ એક હોટલમાં નાસ્તો કરીને પરત ફરતાં હતાં ત્યારે બગુમરા પાટિયા તરફ વળવા માટે જતી વેળાએ એક કાર ચાલકેયુવાનોને ગામ તરફ વળવા રસ્તો આપવા બાબતે થયેલી બોલાચાલી બાદ કારમાં બેઠેલા સુરતના ઈસમે મોટરસાઈકલ પર બેઠેલા બે ઈસમ સાથે ઢોલ થાપત કરી પોતાની પાસેની રિવોલ્વર બતાવી તેમના પર હુમલાની ધમકી આપ્યા બાદ ઈસમે કાર સાથે બગુમરા ગામના યુવાનોએ કડોદરા ખાતેથી ઝડપી પાડી પલસાણા પોલીસને સોંપ્યો હતો.

અંગે પલસાણા પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર બગુમરા ગામે પારસી ફળિયામાં રહેતા આકાશભાઈ પ્રફુભાઈ પારેખ (18)નાઓ ગત 11-6-2017ના રોજ 9.00 વાગ્યાના સુમારે તેના મિત્ર શિવમ રાજેન્દ્રભાઈ ગોહિલ તથા જેનિલ બળદેવસિંહ વાંસિયા નાઓ સાથે યુનિકોર્ન મોટરસાઈકલ (GJ-19AE-6482) ઉપર બગુમરા ગામથી હલધરુ પાટિયા નજીક આવેલ વિશાલા હોટલ પર નાસ્તો કરવા ગયા હતાં. નાસ્તો કરીને રાત્રિના 9.45 વગ્યાના અરસામાં પરત ઘરે આવવા નીકળ્યા હતાં ત્યારે શિવમ મોટરસાઈકલ ચલાવતો હતો. તેઓ બગુમરા ગામ તરફ વળવાનો પ્રયત્ન કરતાં હતાં ત્યારે એક સફેદ કલરની કાર આગળ ચાલતી હોય જેથી બગુમરા ગામના પાટિયા પાસે બગુમરા ગામ તરફ જવા માટે સિગ્નલ આપી મોટર સાઈકલ વણાંક લેવાનો પ્રયત્ન કરતાં હતાં તે વેળાએ કારચાલકે ગાડી રોડની બાજુમાં દબાવી અનુસંધાનપાના નં. 2

બગુમરા ગામના યુવકોને કારમાં સવાર ઇસમો દ્વારા માર મરાયાની ફરિયાદ

અન્ય સમાચારો પણ છે...