• Gujarati News
  • કડોદરાખાતે આવેલ શાંતિ નગર ખાતે રહેતું દંપતી મોટરસાઈકલ લઈ

કડોદરાખાતે આવેલ શાંતિ નગર ખાતે રહેતું દંપતી મોટરસાઈકલ લઈ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કડોદરાખાતે આવેલ શાંતિ નગર ખાતે રહેતું દંપતી મોટરસાઈકલ લઈ ગંગાધરા ખાતે અલખધામ મંદિર ખાતે દર્શન કરીને કડોદરા પરત ફરી રહ્યાં હતાં ત્યારે તાંતીથૈયા ગામની સીમમાં પાછળથી પૂરઝડપે આવતાં એક ટેમ્પોએ મોટરસાઈકલને અડફેમાં લેતા સર્જાયેલા અકસ્માતમાં 45 વર્ષીય પત્નીનું મોત નીપજ્યું હતું. જ્યારે ઈજાગ્રસ્ત પતિ સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે.
મળતી વિગતો અ્નુસાર પલસાણા તાલુકાના કડોદરા ખાતે આવેલ શાંતિનગરમાં રહેતા ખંડેરાવ રામદાસ પાટીલ (50) તથા તેમની પત્ની મંદાબહેન (45) બુધવારના રોજ સવારે 10.30 કલાકે મોટરસાઈકલ નં (જીજે-19 એ-4150) લઈને પલસાણા તાલુકાના ગંગાધરા ખાતે આવેલ અલખધામ મંદિરે દર્શન કરવા માટે ગયા હતાં. દર્શન કરીને દંપતિ મોટરસાઈકલ પર પરત ફરી રહ્યા હતાં.દરમિયાન બારડોલી કડોદરા રોડ પર તાંતીથૈયા ગામની સીમમાં નિહારીકા મિલની સામે પાછળથી પૂરઝડપે આયસર ટેમ્પો નંબર (જીજે-19વી-1737)ના ચાલકે મોટરસાઈકલને અડફેટમાં લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ઈજાગ્રસ્ત પતિ પત્નીને સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
બનાવ અંગે કડોદરા પોલીસ સ્ટેશનમાં ખંડેરાવે ફરિયાદ નોંધાવતાં કડોદરા પોલીસે ટેમ્પો ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
કડોદરાનું દંપતી અલખધામથી પરત ફરતાં હતાં
તાંતીથૈયામાં ટેમ્પોની ટક્કરે બાઈકસવાર મહિલાનું મોત