• Gujarati News
  • બારડોલીનગરપાલિકાએ ગણેશ વિસર્જન માટે બનાવેલ કૃત્રિમ તળાવમાં અંદાજિત સવાસોથી

બારડોલીનગરપાલિકાએ ગણેશ વિસર્જન માટે બનાવેલ કૃત્રિમ તળાવમાં અંદાજિત સવાસોથી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલીનગરપાલિકાએ ગણેશ વિસર્જન માટે બનાવેલ કૃત્રિમ તળાવમાં અંદાજિત સવાસોથી વધુ શ્રીજીની પીઓપીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું. વિસર્જનબાદ બે દિવસ કૃત્રિમ તળાવમાં પાણી ભર્યા બાદ ગુરુવારે વિસર્જન કરેલ પીઓપીની શ્રીજીની પ્રતિમાઓને પાલિકા ડુમ્મસ ખાતે દરિયામાં વિસર્જન કરાશે.
પાણીમાં પ્રદૂષણને અટકાવવા સરકારે ગણેશ વિસર્જનમાં પીઓપીની શ્રીજીની પ્રતિમાઓને કૃત્રિમ તળાવ બનાવી વિસર્જન કરવાની તંત્રને ફરજ પાડી હતી. જે આધારે બારડોલી નગરપાલિકાએ મીંઢોળા નદીના ગણેશ વિસર્જન ઓવારાની બાજુમાં કૃત્રિમ તળાવ તૈયાર કર્યુ હતું. જેમાં અનંત ચૌદસના દિવસે નગરની પીઓપીની શ્રીજીની સસાવોસથી વધુ પ્રતિમાનું કૃત્રિમ તળાવમાં વિસર્જન કરાયું હતું.
22 જેટલી પ્રતિમા મોટી હતી પ્રતિમાઓને ઓગળવા પાલિકો સતત બે દિવસ વિસર્જન પછી પાણી ભરવામાં આવ્યું છે. ગુરુવારના રોજ કૃત્રિમ તળાવમાંથી વિસર્જન થયેલી પીઓપીની પ્રતિમાઓને પાલિકાના કામદારો દ્વારા ઉંચકી ટ્રકમાં ભરી સુરત નજીક ડુમસના દરિયામાં વિસર્જન કરવામાં આવશે.
ગત વર્ષે ક્રેઈનથી પ્રતિમા ભરવામાં આવી હતી
બારડોલીનગરપાલિકાએગત વર્ષ દરમિયાન કૃત્રિમ તળાવમાં વિસર્જન કરાયેલ શ્રીજીની પ્રતિમાઓને ક્રેઈન દ્વારા ટ્રકમાં ભરતી વેળા પ્રતિમા ખંડિત થતા લોકોની ધાર્મિક લાગણી દુભાઈ હતી. જેથી થોડા સમય વિવાદ ઉઠ્યો હતો. જેથી વર્ષે પાલિકા પ્રતિમાઓને તળાવમાંથી કામદારો ઉંચકીને ટ્રકમાં રાખવાનું આયોજન કર્યુ છે.
મસ્જિદ પાસે માર્ગ પર ગુલાલ ધોવામાં 17 હજાર લીટર પાણી વપરાયું
બારડોલીનગરપાલિકાનાગૌરવપથ પર ગણેશ વિસર્જનનું સરઘસ કાઢવામાં આવે છે. ભંડારીવાડથી વ્હોરવાડ મસ્જિદ નજીક માર્ગ પર ગુલાલના થર લાગી જતો હોવાથી દર વર્ષે ફાયર વિભાગ દ્વારા રસ્તો ધોવામાં આવે છે. વખતે ફાયર વિભાગે 17 હજાર લીટર પાણી માર્ગ પરનો ગુલાલ ધોવામાં વાપર્યુ હતું.
પાલિકાનો અભિગમ | બારડોલીમાં બનાવેલા કૃત્રિમ તળાવમાં અંદાજે 100થી વધુ પ્રતિમાનું વિસર્જન કરાયું હતું
પાલિકાએ બે દિવસ પાણી ભર્યા બાદ ગુરુવારે કામદારો પ્રતિમાને ઉંચકી ટ્રકમાં ભરી લઈ જશે
તળાવની મૂર્તિઓ દરિયામાં વિસર્જિત કરાશે