તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • બારડોલીમાં કામો સમયસર પૂર્ણ થતાં વરસાદમાં માર્ગો કીચડિયા થયાં

બારડોલીમાં કામો સમયસર પૂર્ણ થતાં વરસાદમાં માર્ગો કીચડિયા થયાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલીનગરપાલિકાના શાસકોની બેદરકારીને કારણે નગરમાં ચાલી રહેલ કામો સમયમર્યાદામાં પૂર્ણ નહીં થઈ શકતા ચોમાસામાં નગરજનોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. નગરના રસ્તાઓ કાદવ કીચડવાળા બની ગયા છે. તો ગાંધી રોડ પર ચાલી રહેલ ડિવાઇડરની કામગીરી પણ પૂર્ણ નહીં થઈ શકતા વાહનચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રસ્તા પર કીચડ થઈ જવાથી કેટલાક વાહનચાલકો સ્લીપ થઈ ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે. બારડોલી નગરપાલિકાના શાસકોનું અંદરોઅંદર ચાલી રહેલ ખેંચતાણને કારણે વિકાસના કામોમાં વિલંબ થતો આવ્યો છે.

એક પણ કામ સમયમર્યાદામાં પૂર્ણ થઈ શક્યું નથી. પ્રમુખ અને કારોબારી ચેરમેનના એકહથ્થું શાસનને કારણે નગરપાલિકાના વહીવટમાં નિયમોની પણ ઐસીતૈસી કરી વિકાસના કામો કરવામાં આવી રહ્યા છે. 31મી મે સુધીમાં ખોદકામ અને રસ્તાનાં કામો પૂર્ણ કરી દેવાના હોવા છતાં પાલિકાની બેદરકારીને કારણે હજી પણ કામ ચાલી રહ્યું છે. ચોમાસાનું આગમન થતાંની સાથે નગરમાં ઠેર ઠેર કાદવ કીચડ જોવા મળી રહ્યો છે. સોસાયટીઓના આંતરિક રસ્તાઓ પરથી તો વાહન ચાલકોને પસાર થવાનું પણ મુશ્કેલ થઈ પડે એવી સ્થિતિ સર્જાઇ છે. ગાંધીરોડ પર ચાલી રહેલ ડિવાઇડરનું કામ પણ સમયસર પૂર્ણ નહિ થઈ શકતા ઠેર ઠેર આપવામાં આવેલ ડાયવર્ઝનને કારણે વાહન ચાલકોની સ્થિતિ વધુ કફોડી બની છે.

ઉપરાંત જે સોસાયટીઓમાં અને રોડ પર પાઇપલાઇન નાંખવામાં આવી છે ત્યાં કોન્ટ્રાકટરો દ્વારા યોગ્ય સફાઈ નહીં કરાતાં કાદવ કીચડનું સામ્રાજ્ય ફેલાયું છે. અત્યાર સુધીમાં ચોમાસાની શરૂઆતમાં સૌથી ખરાબ વર્ષે થઈ હોવાનું નગરજનોમાં ચર્ચાઇ રહ્યું છે.

મહત્વના ગાંધીરોડ સહિત અનેક સ્થળોએ કાદવ સર્જાયો

પાલિકાના શાશકોની બેદરકારીનો ભોગ નગરજનો બન્યા

અન્ય સમાચારો પણ છે...