• Gujarati News
  • National
  • મહુવા સુગરમાં ભીષણ આગ ભારે લાગતાં ભાગદોડ મચી

મહુવા સુગરમાં ભીષણ આગ ભારે લાગતાં ભાગદોડ મચી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહુવાસુગરમાં આગ લાગતાં ભાગદોડ મચી ગઈ હતી. ફાયર વિભાગ દ્વારા ઘટના સ્થળે આવી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે, અંતે તંત્ર સલામતી માટે મોકડ્રીલ હોવાનું માલૂમ પડતાં સ્થાનિકો અને સુગરના કર્મચારીઓએ રાહતનો દમ લીધો હતો. મહુવા તાલુકાના બામણીયા ગામે આવેલ મહુવા પ્રદેશ સહાકરી ખાંડ ઉદ્યોગ મંડળી લિ.માં મંગળવારના રોજ સવારે 10.00 વાગ્યાના અરસામાં આગ લાગી હોવાના સમાચર મળતા બારડોલી પાલિકાના ફાયર વિભાગની ટીમ દોડતી થઈ હતી. અને સ્થાનિક રહીશો સહિત કર્મચારીઓમાં પણ આગ લાગી હોવાનું માલમ પડતાં ભાગદોડ મચી ગઈ હતી. બારડોલી ફાયર ઓફિસર પી. બી. ગઢવી અને સ્ટાફ દ્વારા કલાકોની ભારે જહેમત ઉઠાવી આગ પર કાબૂ મેળવી ફેક્ટરીમાં કામ કરનાર કર્મચારોને બચાવ્યો હતો. આગથી ભયભીત બનેલા કર્મચારીઓને અનેસ્થાનિકોને મોકર્ડ્રીલ હોવાનું જણાવતાં તમામે રાહતનો દમ લીધો હતો. મોકડ્રીલ પત્યા બાદ બારડોલી પ્રાંત યોગીરાજસિંહ ગોહિલે ઉપસ્થિત કર્મચારીઓને આગ સામે રક્ષણ મેળવવાની માહિતી આપી હતી.

મહુવા સુગરમાં મોકડ્રીલ યોજાયું

જોકે, આખી ઘટના મોકડ્રિલ હોવાનું માલુમ થતાં અંતે રાહત

અન્ય સમાચારો પણ છે...