ભાસ્કર ન્યૂઝ | બારડોલી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ | બારડોલી

અમલસાડીગામેથી પસાર મીંઢોળા નદીમાં ધૂળેટીના દિવસે કોઈ ઈસમ દ્વારા કોઈ ઝેરી દવા પાણીમાં નાંખતા મોટી સંખ્યામાં કિનારા નજીક આવી જતાં ગ્રામજનો માછલી પકડવા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતાં. ઝેરી દવાથી એક કિમીના અંતર જેટલા વિસ્તારમાં માછલીઓને અસર થઈ હોવાનું જાણવા મળેલ છે. પાણીમાં દવા નાંખવાનું કૃત્યથી લોકોમાં રોષ જોવા મળ્યો હતો.

પલસાણા તાલુકાના અમલસાડી ગામેથી પસાર થતી મીંઢોળા નદીના પાણીમાં સવારે મોટી સંખ્યામાં માછલીઓ અર્ધબેભાન અવસ્થામાં કિનારા નજીક આવી જવાથી વાતથી ગામના લોકો માછલી પકડવા મોટી સંખ્યામાં મીંઢોળા નદીમાં આવી ગયા હતાં. અને લોકોએ માછલીઓ પણ મોટા પ્રમાણમાં પકડી હતી. ઘણી માછલીઓ પાણીમાં મૃત્યુ થયું હોવાનું પણ જાણવા મળેલ છે. જોકે, માછલીઓ મારવા માટે કોઈ ઈસમ દ્વારા મીંઢોળા નદીમાં પાણીમાં ઝેરી દવા ભેળવી હોવાનું સ્થાનિક રહીશોએ જણાવ્યું હતું. જેનું કારણ અમલસાડીથી ઉપરવાસમાં માત્ર એક કિમી જેટલા વિસ્તારમાં માછલીઓ પર અસર જોવા મળી હતી. જેથી માછલી પકડવાના ઈરાદે કોઈ ઈસમે આવું કૃત્ય આચરી પાણીના જીવોને અસર પહોંચાડી હતી. કૃત્યથી લોકોએ રોષ પણ ભભૂકી ઉઠ્યો હતો. જોકે, પકડાયલી માછલીઓ લોકો બજારમાં વેચવા માટે પણ લઈ જવામાં આવી હોવાનું જાણવા મળેલ છે. થોડા લાભ માટે આવું કૃત્ય કરી મીંઢોળા નદીના પાણીને દૂષિત બનાવ્યું હતું. જે જળચર જીવ સાથે અન્ય જીવો માટે પણ ઘાતક સાબિત થઈ શકે. જેથી જાગૃતા પણ જરૂરી છે. આવા કૃત્ય કરવાની હિલચાલ જોતા તાત્કાલિક અટકાવી જરૂરી છે.

પકડાયલી માછલીઓ લોકો બજારમાં વેચવા માટે પણ લઈ જવાઈ હતી.

મીંઢોળામાં ઝેરી દવા ભળતા માછલીના મોત

અન્ય સમાચારો પણ છે...