• Gujarati News
  • National
  • ફરી એકવાર વાઘેચા નદીમાં સુરતનો યુવક ગરક થઈ ગયો

ફરી એકવાર વાઘેચા નદીમાં સુરતનો યુવક ગરક થઈ ગયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધૂળેટીનાતહેવાર નિમિત્તે બારડોલી તાલુકાના વાઘેચા ખાતે સુરતના પાંચ મિત્રો તાપી નદીમાં નાહવા માટે આવ્યા હતાં. નદીમાં નાહતી વેળાએ એક યુવાન ડૂબતો જોઈ તેને બચાવવા ગયેલા બે યુવાનો પણ ડૂબવા લાગ્યા હતાં. સદ્દનસીબે તેમની સાથે આવેલા અન્ય યુવાનોએ બચાવવાનો પ્રયાસ કરતાં બે યુવાનને ઉગારી લીધા હતાં. જ્યારે એક 20 વર્ષીય યુવાન પાણીમાં ગરક થઈ ગયો હતો. પાણીમાં લાંબી શોધખોળ બાદ યુવાનનો મૃતહેદ મળી આવ્યો હતો.

બારડોલી તાલુકાના વાઘેચા ગામેથી પસાર થતી તાપી નદીમાં મોટી સંખ્યામાં લોકો વાર તહેવારે આવતાં હોય છે. તેજ પ્રમાણે 13મીના રોજ ધૂળેટી પર્વ નિમિત્તે સુરતના પાંચ મિત્રો નિલેશ અરવિંદ સોનાની, કપિલ અરવિંદ સોનાની, ઉમેશ મનસુખ સોનાની, દર્શન કુંવરજીભાઈ ભાયાણી અને હિતેશ મનસુખ સોનાની બે મોટરસાઈકલ વાઘેચા ખાતે નહાવા માટે આવ્યા હતાં.

....અનુસંધાન પાના નં.2

બપોરના 3.30 વાગ્યાના અરસામાં મંદિરે આવ્યા હતાં અને 4.00 વાગ્યાના સમયે તેઓ નદીમાં નાહવા પડ્યા હતાં. દરમિયાન નિલેશ અરવિંદભાઈ સોનાની (20) (હાલ રહે. યોગીચોક, સિલવ ચોકની બાજુમાં રાજ પેલેશ ગેટ નં 2એફ/102 સુરત, મૂળ રહે. તરસમીયાગામ રામનગર સોસાયટી જિ. ભાવનગર) ઉંડા પાણીમાં ગરકાવ થઈ રહ્યો હતો તેને કપિલ અને ઉમેશ બચાવવા માટે ગયા હતાં. તે દરમિયાન બચાવનાર બંને યુવાનો પણ ઉંડાપાણીમાં ડૂબતા હતાં તે જોઈ સાથે આવેલા અન્ય બે મિત્ર હિતેશ અને દર્શને એક બીજાનો હાથ પકડીને લંબાતા કપિલ અને ઉમેશને બચાવી લીધા હતાં. જ્યારે નિલેશ સોનાનીને બચાવી શક્યા હતાં અને તે ઉંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. તે અંગે અન્ય મિત્રોએ પોલીસને જાણ કરી હતી. અને ત્યારબાદ બારડોલી ફાયર ફાયટરને ફોન કરતાં બારડોલીના ફાયર ઓફિસર પી. બી. ગઢવી પોતાના સ્ટાફ સાથે ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી. નદીના પાણીમાં લાંબી શોધખોળ બાદ યુવાનનો મૃતહેદ મળી આવ્યો હતો. ઘટના અંગે કડોદ ઓપીના જમાદાર હેમંત મહેતા ઘટના સ્થળે પહોંચી મૃતદહનો કબજોલઈ પીએમ અંગેની કાર્યવાહી હાથ ધરી હતી. બોક્સ મરણજનાર નિલેશ સોનાની ભાવનગરના વતની છે. અને હાલ તે હોળી ધૂળેટીનો તહેવાર હોવાથી સુરત ખાતે પોતાની ફોઈના ઘરે આવ્યો હતો. અને ત્યાંથી તેમના ભાઈ અને મિત્રો સાથે વાઘેચા ખાતે ફરવા આવ્યા હતાં. જ્યાં તાપી નદીનું ઉંડા પાણીનું બોર્ડ મારેલું હોવા છતાં નદીમાં નાહવા પડ્યા હતાં અને અંતે જીવ ગૂમાવ્યો હતો.

નિલેશ સોનાની.

નદીમાં ડૂબતા યુવાનને બચાવવા તેના બે મિત્રો પડ્યા હતાં

અન્ય સમાચારો પણ છે...