• Gujarati News
  • National
  • ચલથાણની 19 વર્ષીય યુવતી અચાનક ગુમ

ચલથાણની 19 વર્ષીય યુવતી અચાનક ગુમ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પલસામાતાલુકાના ચલથાણ ગામની 19 વર્ષીય યુવતી ઘરમાં કોઈને પણ કહ્યા વગર ક્યાંક ચાલી ગઈ છે. શોધખોળ કરવા છતાં ભાળ મળતાં ગૂમ થવા અંગે પોલીસમાં જાણ કરવામાં આવી છે. ચલથાણ ગામે વિજય નગરની પાસે હળપતિવાસમાં રહેતા રમણભાઈ ભાણાભાઈ રાઠોડની 19 વર્ષીય દીકરી મનીષાબહેન ગત શુક્રવારના રોજ બપોરના સમયે ઘરમાં કોઈને કંઈ પણ કહ્યા વગર ક્યાંક ચાલી ગઈ હતી. ઘણી શોધખોળ કરવા છતાં યુવતીનો કોઈ પત્તો મળ્યો નથી. આખર કડોદરા જીઆઈડીસી પોલીસ મથકે યુવતીની ગૂમ અંગેની ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...