તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • કલા મહાકુંભમાં ભાગ લેવા ઇચ્છતા ઉમેદવારો જોગ

કલા મહાકુંભમાં ભાગ લેવા ઇચ્છતા ઉમેદવારો જોગ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાતસરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગદ્વારા રાજયના સાંસ્કૃતિક વારસાનું જતન થાય તે અલગ અલગ વયજુથના કલાપ્રેમીઓ અને પસંદગી પામેલ કૃતિઓનું તાલુકા કક્ષાએથી શરૂ કરી તબકકાવાર રાજયકક્ષા સુધી તંદુરસ્ત સ્પર્ધા યોજવામાં આવે તથા રાજયની કલા સંસ્કૃતિથી લોકો માહિતગાર થાય તે હેતુથી કલા મહાકુંભ તા.૧૯/૭થી તા.૧૦/૯/૨૦૧૭ દરમ્યાનતાલુકા, જિલ્લા, પ્રદેશ અને રાજયકક્ષાએ સ્પર્ધાનું આયોજન હાથ ધરવામાં આવનાર છે. કલા મહાકુંભ-૨૦૧૭માં ૧૦ વર્ષથી નાના કલાકારો, ૧૧ વર્ષથી ૨૦ વર્ષ સુધીના વયજુથના કલાકાર, ૨૧ વર્ષથી ઉપર (ઓપન ગૃપ)નાં કલાકારો ભાગ લઇ શકશે. સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છતા કલાકારોએ એન્ટ્રી ફોર્મ સુરત જિલ્લા શિક્ષણાધિકારી વેબસાઈટ www.deosurat ઉપરથી મળશે. કલા મહાકુંભ માં ભાગ લેવા તા.૦૩/૦૭/૨૦૧૭ થી તા.૧૭/૦૭/૨૦૧૭ ઓફલાઈન રજીસ્ટ્રેશન કરી શકાશે. વધુ માહિતી માટે જિલ્લા રમતગમત અધિકારીની કચેરી, જૂની સિવિલ કોર્ટ બિલ્ડીંગ, પહેલો માળ, બહુમાળી ભવન, નાનપુરા, સુરત ખાતે સંપર્ક કરવો.

અન્ય સમાચારો પણ છે...