તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • અહિંસા અને સહનશીલતા વિશ્વ શાંતિનો રાજમાર્ગ છે: મુનિ સંજય

અહિંસા અને સહનશીલતા વિશ્વ શાંતિનો રાજમાર્ગ છે: મુનિ સંજય

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલીતેરાપંથ અમૃત સાગર સભામાં શાંતિદુત, મહાતપસ્વી, અણુવ્રત, અનુશાસ્તા આચાર્ય મહાશ્રમણના સુશિષ્ય મુની સંજયકુમાર સ્વામીએ પોતાની ઓજસ્વી વાણીમાં ધર્મપ્રેમી જનતાને સંબોધન કરતાં કહ્યું કે અહિંસા ધર્મનું પ્રાણતત્વ છે. અહિંસા સહનશીલતા, સમતાભાવ તથા હકારાત્મક ચિંતનથી પરિવાર, સમાજ, રાષ્ટ્ર અને વિશ્વશાંતિનો રાજમાર્ગ પ્રશસ્ત થઈ શકશે. સહન કરો અને સફળ બનો જીવન વ્યવહારનું સ્વર્ણિમ સૂત્ર છે.

મનુષ્ય જીવનનો સાધનાનો મૂળ આધાર તથા લક્ષ્ય પરમ શાંતિ હોવી જોઈએ. પરમ શાંતિ સહન કરવાથી અનાસક ભાવના, અનિત્ય ભાવના, સમ્યકદર્શન, મોહનીયકર્મ, ક્ષય દ્વારા, શુકલધ્યાનથી મરૂદેવા માતા (પ્રથમ તીર્થંકર ઋષભદેવનાં માતા) તથા ભારત ચક્રવર્તીએ પોતાની આત્માને કેવી રીતે મોક્ષગામી બનાવી તેનું સચોટ ઉદાહરણ ધર્મપ્રેમી જનતા સમક્ષ રજૂ કર્યું હતું. મુનિ પોતાની આગવી શૈલીમાં કહ્યું કે ‘ક્ષમા વીરસ્ય ભૂષણમ’ એટલે કે ક્ષમા વીરોનું આભૂષણ છે. પરમ શાંતિ તથા સહનશીલતા જેવી કોઈ તપસ્યા નથી. સહનશીલતા તથા સકારાત્મક ચિંતન વગર કોઈ પણ મનુષ્ય સુથી થઈ શકતો નથી.

મુનિ પ્રસન્નકુમારજીએ કહ્યું કે મહાપુરુષ જેવી આત્માઓએ દુષ્કર્મ સહન કરીને સકામ નિર્જરા દ્વારા મુક્તિને અર્થાત મોક્ષને પામ્યા છે. સાચા ગુરુ વગર સાચું માર્ગદર્શન અને આત્મદર્શન મળી શકતું નથી. અનુકૂળ અને પ્રતિકૂળ, લાભ, અલાભ, સુખ, દુ:ખ દરેક પરિસ્થિતિમાં સમતાભાવ રાખીને મનુષ્ય સફળ થઈ શકે. સામાન્ય રીતે સુખ અથવા દુ:ખ પદાર્થ દ્વારા મળે છે, પરંતુ પરમ શાંતિ સહન કરવાથી મળે છે. નયનાદેવી હિંગડની 11મી તપસ્યાનાં પારણા નિમિત્તે મુનિ ધૈર્યકુમારજીએ ગીત દ્વારા અનુમોદના કરી હતી.

અન્ય સમાચારો પણ છે...