તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • બાળ ફિલ્મ મહોત્સવ 2017 હજારો બાળકો ફિલ્મો નિહાળી

બાળ ફિલ્મ મહોત્સવ-2017 હજારો બાળકો ફિલ્મો નિહાળી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાળકોનેમનોરંજન સાથે જ્ઞાન-ગમ્મતયુક્ત શિક્ષણ મળી રહે તે હેતુથી સુરત જિલ્લામાં તા. ૧૦ થી ૧૫ જુલાઇ દરમિયાન બાળ ફિલ્મ-મહોત્સવ ચાલી રહ્યો છે. જેના ભાગરૂપે જિલ્લા કલેકટર મહેન્દ્ર પટેલની રાહબરી હેઠળ બાળ ફિલ્મ મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. સુરત શહેરના રાજહંસ પ્રાઈમ સિનેમા, રતન સિનેમા, રૂપમ સિનેમા, ન્યુ લક્ષ્મી સિનેમા, મહારાજા સિનેમા, મિલાનો મલ્ટીપ્લેક્સ, બારડોલી ખાતે શાળાના બાળકોને ‘આઇ એમ કલામ’, ઇકબાલ, ચિલ્લર પાર્ટી, સ્ટેનલી કા ડબ્બા, આઇ એમ કલામ, ફેરારી કી સવારી હવા હવાઇ, મીશન મમ્મી, મર્મેઈડ જેવી લોકપ્રિય બાળફિલ્મો વિનામૂલ્યે દર્શાવવામાં આવી હતી. જિલ્લાના વિવિધ મલ્ટીપ્લેક્સમાં બાળ ફિલ્મો વિનામૂલ્યે પ્રદર્શિત કરવામાં આવી રહી છે. બાળકો મોટી સંખ્યામાં ફિલ્મ નિહાળીને મનોરંજન સાથે જ્ઞાન-ગમ્મતયુક્ત શિક્ષણ મેળવી રહ્યા છે. કલેકટર મહેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, બાળકોને મનોરંજન સાથે શિક્ષણ મળી રહે તેવો ઉજવણીનો આશય છે. વિદ્યાર્થીઓ આવી બાળ ફિલ્મોના બોધ-સંદેશા વડે જીવનમાં કંઇક બનવા માટે ચોક્કસ પૂરતી લગન, ધગશ અને મહેનતથી પોતાની યશસ્વી કારકિર્દીનું ઘડતર કરી શકે છે. “આઇ એમ કલામ” નામની બાળ-ફિલ્મમાં પણ દેશના પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામના જીવનમાંથી પ્રેરણા લઇને બાળ કલાકાર પોતાના જીવનમાં કંઇક બનવાનો મક્કમ નિર્ધાર કરી સફળ બને છે. પ્રસંગે ફિલ્મ નિહાળી રહેલા વિદ્યાર્થી સંકેત પરમારે ફિલ્મ વિષે પ્રતિભાવ આપતાં જણાવ્યું હતું કે, ફિલ્મ જીવનનું પરિવર્તન કરતી આદર્શ ફિલ્મ હોવાથી તે ખૂબ ગમી છે.

૬૫,૦૦૦ વિદ્યાર્થીઓ નિઃશુલ્ક બાળફિલ્મો નિહાળશે

અન્ય સમાચારો પણ છે...