તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • બલેશ્વરની મિલના મેનેજરે કમિશન બંધ કરાવતાં એન્જિનિયરનો હુમલો

બલેશ્વરની મિલના મેનેજરે કમિશન બંધ કરાવતાં એન્જિનિયરનો હુમલો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પલસાણાતાલુકાના બલેશ્વર ગામની હદમાં નેશનલ હાઈવે નં 48 ઉપર વિષ્ણુપ્રિયા મિલના મેનેજર તરીકે નોકરી કરતા ઈસમને મિલમાં એન્જિનિયર તરીકે નોકરી કરતાં ઈસમે અન્ય બે વ્યક્તિ સાથે આંતરીને મિલમાં ખરીદાતા સામાન ઉપર મેનેજરે એન્જિનિયરનું કમિશન બંધ કરાવ્યું હોય તે બાબતે અદાવત રાખી અપશબ્દો બોલી ઢીક મુક્કીનો માર મારી રિવોલ્વર જેવું હથિયાર બતાવી લોખંડના સળિયાથી માથામાં તેમજ પગમાં ઈજા પહોંચાડવાની ઘટના બાબતે પલસાણા પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી.

અંગે પલસાણા પોલીસ સૂત્રો પાસે પ્રાપ્ત થતી માહિતી અનુસાર પલસાણા તાલુકાના બલેશ્વર ગામની સીમમાં આવેલ વિષ્ણુપ્રિયા ડાઈંગ એન્ડ પ્રિન્ટિંગ મિલમાં નોકરી કરતાં જયશંકર ઈન્દ્રમલ તિવારી (40) (રહે. કડોદરા બાલાજી નગર, પલસાણા) ગત 12 જુલાઈના રોજ મોટરસાઈકલ ઉપર રાત્રિના 12.30 વાગ્યાના અરસામાં નેશનલ હાઈવે નં 48 ઉપર બલેશ્વર ગામની હદમાં આવેલ ખાડીના પુલ નજીકથી પસાર થતાં હતાં તે વેળાએ તેમની મિલમાં નોકરી કરતાં એન્જિનિયર સમશેરસિંગ (રહે. ચલથાણ) તેમજ અન્ય બે વ્યક્તિ રણજિતસિંગ અને ઋષિકેષે તેની મોટરસાઈકલ આંતરી હતી. અને જણાવ્યું હતું કે તારે લીધે અમારી આવક બંધ થઈ ગઈ છે. અને ખુબ નુકસાન થયું છે. વિષ્ણુપ્રિયા મિલમાં જે સામાન ખરીદવામાં આવતો હતો તે સામાન ખુબ મોંઘો હતો. જેનામાંથી એન્જિનિયર સમશેરસિંગને કમિશન મળતું હતું. જેથી સમાન ખરીદવાનું મેનેજર જયશંકર તિવારીએ બંધ કરાવી દીધુ હતુ. બાબતે અદાવત રાખવામાં આવી હતી. ત્રણે આરોપીએ જયશંકર તિવારીને આંતરીને અપશબ્દો બોલી ઢીક મુક્કીનો માર માર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...